ગોસા ગામ સીમ વિસ્તારમાં થયેલ હત્યાના ગુનાનો આરોપી ગણતરીના દિવસોમાં સુરેન્દ્રનગરથી ઝડપાયો

નવીબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોસા ગામની સીમ વિસ્તારમાં થયેલ હત્યાના ગંભીર ગુનામાં પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યો છે.

ગઇ તા. ૧૧/૧૨/૨૦૨૫ ના રોજ કાનાભાઇ નાથાભાઇ ઓડેદરા (ઉ.વ. ૫૧), રહે. ગોસા ગામ, વિસાણા ફળીયુ, તા.જી. પોરબંદર દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી હતી કે અજાણ્યા ઇસમ દ્વારા ભરતભાઇ નાથાભાઇ ઓડેદરાને જમણા પગે સાથળના ભાગે દેશી હાથ બનાવટની બંદૂકથી ગોળી મારી મોત નિપજાવવામાં આવ્યું હતું. આ બાબતે નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. A-11218005250111/૨૦૨૫ B.N.S. કલમ ૧૦૩(૧), હથિયાર ધારા કલમ ૨૫(૧)(એ) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધાયો હતો.

હત્યાના ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઇ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા પોરબંદર પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા પોલીસની વિવિધ ટીમો – એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ-ફર્લો સ્ક્વોડ તથા નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમ્યાન ખુલ્યું હતું કે ગોસા ગામની વાડી વિસ્તારમાં રખોલુ તરીકે રાખવામાં આવેલા કાસમ જુમાભાઇ ખારી તથા સાજણ ખારી (બન્ને મૂળ મોટી મારડ ગામ, તા. ધોરાજી, જી. રાજકોટ) બનાવ બાદ ફરાર થઇ ગયા હતા. ટેકનિકલ સાધનો તથા બાતમીદારોની મદદથી બન્ને કાકા-ભત્રીજા હોવાની તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિસ્તારમાં છુપાયેલા હોવાની માહિતી મળી હતી.

આ આધારે એલ.સી.બી. ટીમ દ્વારા સુરેન્દ્રનગર ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં દુધરેજ કેનાલ કાંઠે આવેલી ઝુપડપટ્ટીમાંથી કાસમ જુમાભાઇ ખારી (ઉ.વ. ૨૫)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પુછપરછ દરમ્યાન આરોપીએ ગુનાની કબૂલાત આપતા જણાવ્યું હતું કે તેણે પોતાની જામગરી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. આરોપીને કાયદેસર કાર્યવાહી માટે નવીબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

આરોપી :
કાસમ જુમાભાઇ ખારી, ઉ.વ. ૨૫
હાલ રહે. ગોસા ગામ, તા.જી. પોરબંદર
મૂળ રહે. મોટી મારડ ગામ, તા. ધોરાજી, જી. રાજકોટ

કામગીરી કરનાર ટીમ :
એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે. કાંબરીયા સહિત ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, ઉદયભાઇ વરુ, HC સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર, PC નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તેમજ ડ્રા. HC જગમાલભાઇ ભારવાડીયા અને ડ્રા. PC રોહિતભાઇ વસાવા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!