સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી જાગૃતિ અભિયાન અંતર્ગત ભાવસિંહજી હાઈસ્કુલમાં કાર્યક્રમ યોજાયો
સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ જાગૃતિ અભિયાન અંતર્ગત તા.13-02-2024 મંગળવારના રોજ પોરબંદર જિલ્લા સુરક્ષા અધિકારીઓની હાજરી વચ્ચે ભાવસિંહજી હાઈસ્કુલમાં કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ જાગૃતિ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તા.15-01-2024 થી તા.14-02-2024 સુધી એક મહિના સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ તેના ભાગરૂપે સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા આજનો આ કાર્યક્રમ વિદ્યાર્થીમાં ટ્રાફિકના નિયમો ની જાણકારી મળે તે હેતુસર યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન. અઘેરા,ભાવસિંહજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ નમ્રતાબેન વાઘેલા સાહેબ તેમજ સ્વસ્તિક ગ્રુપ પોરબંદરના સંસ્થાપક વિનેશભાઇ ગોસ્વામીના માર્ગદર્શન મુજબ આવેલ સુરક્ષા અધિકારીઓના પુષ્પ ગુચ્છ થી સ્વાગત સાથે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ પ્રોજેક્ટ ચેરમેન હરદત્તપુરી ગોસ્વામી દ્વારા આગવી શૈલીમાં ટ્રાફિકના નિયમો ની જાણકારીની શામાટે જરૂર છે તે સમજાવેલ,અને સૌથી વધુ માનવ જીવન કિંમતી છે,અને સમગ્ર ગુજરાત રાજ્યમાં અકસ્માતના કારણે થતા મોત ની સંખ્યાની માહિતી તેમજ વિશ્વમાં આવેલ કુલ વાહનો ના એક ટકા વાહન ફક્ત ભારત દેશમાં છે,તેમજ દર વર્ષે ભારતમાં 50 લાખથી વધુ અકસ્માતમાં 15 લાખથી વધુ ટ્રાફિકના નિયમોની જાણકારી ના અભાવે તેમજ બેદરકારીથી વાહન ચલાવવાના કારણે થાય છે,વીમો કે બીજા કોઈ આર્થિક લાભો મળે તેના કરતાં જીવ કે કોઈ અંગ ગુમાવવું પડે અને જીવન જીવવું દોયલું બની ના જાય તે વિષય ઉપર ધ્યાન આપી વાહન ચલાવવા અંગે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું તેવી પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ પાસે લેવડાવી હતી.
ટ્રાફિક જાગૃતિ માટેની પત્રિકાનું વિતરણ હેડ કોન્સ્ટેબલ બાપોદરા સાહેબ,હેડ કોન્સ્ટેબલ ઝાલા સાહેબ તથા મનોજ પંડ્યાના હસ્તે પત્રિકાનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ બી.એચ.બાપોદરા , હેડ કોન્સ્ટેબલ બી.કે.ઝાલા , હરદત્તપુરી ગોસ્વામીભાવસિંહજી હાઈ સ્કૂલના જગદીશ ભટ્ટ ,શૈલેષ પરમાર,મનોજ પંડ્યા ,ભાવસિંહજી હાઇસ્કુલ નો અન્ય કર્મચારી ગણ સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શાળા/કોલેજનાબાળકો ઇન્ટરનેટ માં માધ્યમથી ટ્રાફીકના નિયમોનું જ્ઞાન મેળવે,તેમજ વાહન ચલાવતી વખતે બીજાઓને મદદરૂપ થાય. અને તેઓ રાહદારીઓને સલામત રીતે રસ્તો ઓળંગવામાં, સાયકલ સવારોને માર્ગદર્શન, વાહનો ઉભા રાખવાની મનાઈવાળા વિસ્તારોમાં વાહનો ઉભા ન રાખે તે માટે તેમજ ઉત્સવ અને પ્રસંગોએ ભીડવાળા સ્થળોએ ટ્રાફીક નિયમન જળવાઈ રહે તે માટે પોતે નિયમનું પાલન કરે. એવા સ્વસ્તિક ગ્રુપ પોરબંદર ના ઉમદા હેતુ થી એક રાષ્ટ્ર સેવામાં ઉપયોગી થવાનો નમ્ર પ્રયાસ અર્પણ કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.