પરમ પૂજ્ય મહંતશ્રી બાબુજતિબાપુ (બાબુગીરી બાપુ) ની દ્વિતિય પુણ્યતિથિ સેવાકીય કાર્યો સાથે સાદાઈથી સંપન્ન

પરમ પૂજ્ય મહંતશ્રી બાબુજતિબાપુ (બાબુગીરી બાપુ) ની દ્વિતિય પુણ્યતિથિ સેવાકીય કાર્યો સાથે સાદાઈથી સંપન્ન

🕉 નમો નારાયણ
આપણે સૌ હાલ માસ્ક પહેરીયે છીએ પણ સંતશ્રી બાબુબાપુ 2018, 2019 મા પણ માસ્ક પહેરતા
દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ ને જીવનમંત્ર બનાવી માતા અન્નપૂર્ણાની કૃપાથી લાખો લોકોને જમાડતા, હજારો અનુયાયીઓ ધરાવતા ખૂબ જ વિરાટ વ્યક્તિત્વના મહંત છતાંય ખૂબ જ સામાન્ય સરળ એવા સંતશ્રી બાબુબાપુએ બે વર્ષ અગાઉ તા.15.4.2019 ના રોજ શ્રી શિવ શકિત આશ્રમ, છાંયા ખાતે દેહ છોડી કૈલાસગમન કરેલ. ત્યારબાદ ગત વર્ષ તેઓની પ્રથમ તિથીએ આશ્રમમા તેઓના ફુલ સમાધિસ્થાને ભવ્ય ભગવાન શિવનુ મંદિર તથા બાપુની ભવ્યાતિભવ્ય મૂર્તિ સ્થાપિત કરેલ. ગત વર્ષે લોકડાઉન હોય સાદાઈથી ધાર્મિક વિધિઓ સાથે મંદિર મૂર્તિ સ્થાપન કરેલ. આ વર્ષ બાપુની ખૂબ જ ભવ્ય દ્વિતિય તિથી ઊજવવાનુ આશ્રમ દ્રારા આયોજન કરેલ હોય પરંતુ આ વખતે પણ કોરોના મહામારી ચાલુ હોઈ સાદાઈથી ધાર્મિક વિધિવિધાન કરેલ અને પરમ પૂજ્ય ગુરુદેવ બાબુબાપુને ગમતા કાર્યો જેમકે

  1. પ્રાગજી બાપા આશ્રમના પરમહંસોને જમણવાર
  2. વણઘા બાપા આશ્રમ ગોરસેર 500 કીલો રાશન
  3. ભગવતી અન્નક્ષેત્રમા જમણવાર
  4. અંધજન ગુરુકુલમા જમણવાર
  5. વિવિધ ગોશાળાઓમા ગાયમાતાને 300 મણ નિરણ
  6. નાની બાળાઓને મીઠાઈ
    વિગેરે સેવાકીય કાર્યો દ્વારા બાપુની બીજી તિથી ઉજવાય.
    આ તમામ કાર્યો બાપુના પરમ શિષ્ય મહંત શ્રી કૃષ્ણજતિબાપુની રાહબરી હેઠળ શિવ શકિત આશ્રમના સેવકો દ્વારા કરવામા આવેલ… 🕉 નમો નારાયણ
Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (1)
  • comment-avatar

    Om namo narayan

  • Disqus ( )
    error: Content is protected !!