માધવપુર ગામ રાહીતળ વિસ્તારમાં ફસાયેલા લોકોને પોલીસે રેસ્ક્યુ કરી બચાવ્યા
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી અનુસંધાને જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની દ્વારા આપેલ સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ ના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ.પી.પી.યાવડા તથા માધવપુર પોલીસ સ્ટાફ દ્વારા માધવપુર ગામમાં આવેલ રાહીતળ વિસ્તાર માં ભારે વરસાદના કારણે નવી ગ્રામ પંચાયત માં ૨૭ જેટલા લોકો જેમાં મહીલાઓ તથા બાળકો તેમજ પાળેલા પશુઓ ફસાયેલા હોય જે તમામ ને માધવપુર પોલીસ સ્ટાફ દ્વારા દોરડા તથા લાઇફ જેકેટ ની મદદથી ફસાયેલા લોકોનુ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવેલ.
આ સમગ્ર કામગીરીમાં એ.એસ.આઇ આર.એન.ઓડેદરા પો.હેડ કોન્સ. એચ.એસ.મોઢવાડીયા, પો.કોન્સ.કરણભાઇ માલદેભાઇ, નાગાજણભાઇ રાજાભાઇ, જગમાલભાઇ સાજણભાઇ તથા લોકરક્ષક રાહુલભાઇ રામજીભાઇ અને GRD સભ્ય-કરણભાઇ લાખાભાઇ નાઓ રોકાયેલ હતા.