
જેસીઆઈ અને પોરબંદર પોલીસ દ્વારા રીક્ષા ડ્રાઇવરો માટે નેત્ર નિદાન કેમ્પ યોજાયો.
ટ્રાફિક મંથની ઉજવણી અંતર્ગત વિના મૂલ્યે કેમ્પનું આયોજન કરાયું.



જેસીઆઈ પોરબંદર પ્લસ અને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા એક મહિના સુધી “32માં માર્ગ સલામતી મંથ”ની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે રીક્ષાના ડ્રાઇવરોની આંખોની તપાસણી માટે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુગાન્ડા રોડ શ્રીજી આંખની હોસ્પિટલ ખાતે આયોજિત આ કેમ્પમાં તમામ રીક્ષા ચાલકોની આંખોની તપાસણી કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી. જેથી આંખની તકલીફના કારણે કોઈ રીક્ષા ચાલક દ્વારા અકસ્માત ના સર્જાઈ.
આ કેમ્પમાં પોરબંદરના જાણીતા આંખના ડો. નિખિલ રૂપારેલીયાએ સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરના સભ્યો અને શ્રીજી આંખની હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી
Please follow and like us:
CATEGORIES Porbandar
