Mi Air Charge થી હરતા-ફરતા ફોન થશે ચાર્જ

Mi Air Charge થી હરતા-ફરતા ફોન થશે ચાર્જ

માર્કેટમાં દરરોજ અવનવી પ્રોડક્ટ લોન્ચ થઈ રહી છે. સતત બદલાતાં ટેકનોલોજી માર્કેટમાં Xiaomi આપના ફોનના ચાર્જીંગ માટે એક નવો અનુભવ લઈને આવશે. MI Air Charge થી તમારા ડિવાઈસને કનેક્ટ કરતા જ તમે રૂમ કે ઘરમાં ફરતા તમારો ફોન ચાર્જ કરી શકશો. આ ડિવાઈસ Wifi ની જેમ જ કામ કરશે. 

આ ડિવાઈસ 7 મીટરની રેન્જમાં કામ કરી શકશે અને તમારા ખિસ્સામાં કે હાથમાં રાખેલો ફોન આપો આપ ચાર્જ થઈ જશે. ફોન કે MI Air Charge ની વચ્ચે આવતી કોઈ પણ ભૌતિક વસ્તુ કે દીવાલથી ચાર્જીંગ દરમિયાન કોઈપણ પ્રકારનો વિક્ષેપ નહિ સર્જાય. આ MI એર ચાર્જથી એક થી વધુ ફોનને ચાર્જ કરી શકાશે. દરેક ફોનને 5 watt પાવર મળશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!