વાવાઝોડા માં અસરગ્રસ્ત લોકો માટે ખાસ પેકેજ ફાળવવા સરકારને કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયા એ કરી રજુઆત
વાવાઝોડા માં અસરગ્રસ્ત ખેડૂતો ખેત મજૂરો માલધારીઓ માછીમારોના ના ધંધા રોજગાર કરનારા વેપાર ઉદ્યોગ અને વિદ્યાર્થીઓ માટે ખાસ પેકેજ જાહેર કરવા સરકાર ને અર્જુન મોઢવાડીયા એ કરી રજુઆત
તાજેતરમાં ગુજરાતમાં આવેલ વાવાઝોડાએ અનેક જિલ્લાઓમાં તારાજી સર્જી છે ત્યારે ગુજરાતના ખાસ કરીને ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર માં થઇ છે નુકશાની
કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆતમાં જણાવ્યું છે કે તાજેતરમાં આવેલા વાવાઝોડાના કારણે ગુજરાતના ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર સહિતના જિલ્લાઓમાં વાવાઝોડા અસરગ્રસ્તોના પોતાનું જીવન ટકાવી રાખવા પેકેજ જાહેર કરવું જોઇએ જેમાં ખાસ કરીને ખેતીને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે કેરી ચીકુ નાળિયેર જામફળ સહિતના બગીચાઓનું સોથ વળી ગયો છે આ ઉપરાંત ખેડૂતોનો ઉનાળાનો ઉભો પાક તથા તૈયાર પાકને ભારે નુકસાન થયું છે તાકીદે આ બાબતે વળતર ચુકવવા માંગ કરી હતી આ ઉપરાંત ગામડા શહેરોમાં છૂટક વ્યવસાય મજૂરી કારીગરી કામ કરતા લોકો નું જીવન ટકાવી રાખવા માટે કુટુંબના દરેક પુખ્ત વ્યક્તિ દીઠ રૂપિયા 500 પ્રતિદિન 15 દિવસ માટે કેશડોલ ચૂકવવા વિનંતી કરી છે અને ૨૦૧૨માં ગુજરાતમાં દરેક કાચા મકાનોની જગ્યાએ પાકા મકાનો બનાવી આપવાની જાહેરાત કરી હતી પરંતુ કામગીરી થઇ શકી નથી હાથી તમામ પાકા મકાનો બનાવી આપવા અને પાકા મકાનોને નુકશાન સહાય આપવા વિનંતી કરી હતી તથા જે લોકોના મકાનો અંશતઃ અથવા સંપૂર્ણ પડી ગયા છે તેમની ઘરવખરીને પણ નુકશાન થયું છે ઘર વખરી નુકસાન કે દરેક અસરગ્રસ્તોને રૂપિયા ૨૦ હજારની સહાય આપવા વિનંતી કરી છે તથા ગીર બરડા અને આલોચના જુનાગઢ ગીર સોમનાથ તથા અમરેલી ભાવનગર સહિતના રાજ્યના માલધારીઓને પશુધન ઘાસચારા પશુ નિવાસ અને વસાહતોને ખૂબ જ નુકસાન થયું છે તેઓને પણ એક રૂપિયે કિલો ખાસ બે મહિના સુધી આપવા વિનંતી છે તથા બાંધકામ સહાય માટે રાહત પહોંચાડી જરૂરી છે આ ઉપરાંત ગામડા અને શહેરોમાં નાના વેપારીઓ નાના ધંધાર્થીઓ ખૂબ જ નુકસાન થયું છે આવા ધંધાર્થીઓને સર્વે કરી નુકસાન વળતર આપવા વિનંતી કરાઇ છે માછીમારો ની બોટ તથા માછીમારો ના ઓજારો અને ભારે નુકસાની થઈ છે આથી તેઓને પણ સાધનો ખરીદવા કરવા સહિતની સહાય સર્વે કરી આપવા વિનંતી કરી હતી આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારના વિદ્યાર્થીઓ ની એક વર્ષ માટે ફી માફી કરવા પણ વિનંતી કરી છે ગુજરાતનો જે વિસ્તાર કાયમી વાવાઝોડા નો ભોગ બને છે તેવા દરિયાકિનારા વિસ્તારના ઘરવિહોણાં તથા નબળા કાચા ઘરમાં રહેતાં નાગરિકો માટે નવા વધારાના બે લાખ પાકા મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર કરાવવા અર્જુનભાઈ મોઢવાડિયાએ પત્ર લખીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી છે

