આત્મનિર્ભર ભારત અભીયાન હેઠળ તૈયાર કરાયેલ જહાજ “સજાગ” ગુજરાતની દરિયાઇ સુરક્ષા સહિતની સેવામા સમર્પિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સાર્થક કરતુ અત્યાધુનિક બહુલક્ષી જહાજ “સજાગ” ગુજરાતની દરિયાઇ સુરક્ષા માટે સરકાર દ્રારા સોપવામાં આવ્યું છે. ઇન્સ્પેકટર જનરલ રાકેશ પાલની ઉપસ્થિતિમાં આ જહાજ આજ રોજ પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે લાવવામાં આવ્યું હતું. જ્યા અધિકારીઓ દ્રારા તેમનુ સ્વાગત કરાયુ હતુ. એમ/એસ ગોવા શીપયાર્ડ દ્રારા તૈયાર કરાયેલ ૧૦૫ મીટર લાંબુ જહાજ દરિયાઇ પ્રદૂષણ અટકાવવા, રાહત કામગીરી માટે, તસ્કરી રોકવા સહિતની શ્રેષ્ઠત્તમ સેવા આપતુ મલ્ટીપર્પસ જહાજ છે. ઇન્સ્પેકટર જનરલ રાકેશ પાલે જણાવ્યુ કે, ‘ આધુનિક ટેકનોલોજી ધરાવતું આત્મનિર્ભર ભારત અભીયાન હેઠળ તૈયાર કરાયેલ જહાજ “સજાગ” ગુજરાતની દરિયાઇ સુરક્ષા સહિતની સેવામા સરકાર દ્રારા સમર્પિત કરાયુ છે. આ જહાજની ખાસ વિશેષતા છે કે, તે દરિયામા સતત એક મહિના સુધી રહી શકે તે માટે ડીઝલ, રાશન સહિતની ક્ષમતા ધરાવે છે. ૨૬ નોટીકલ માઇલની સ્પિડ ધરાવતુ ૧૦૫ મીટર લાંબુ જહાજમાં બે બોટ, ક્રાફટ, બે હેલીકોપ્ટર, બે એન્જીન ધરાવતુ આ જહાજની સીસ્ટમ રીમોટ કન્ટ્રોલથી ચાલે છે. ભારતમાં ગુજરાત સૌથી લાંબો ૧૬૦૦ કીમી દરિયા કિનારો ધરાવતો પ્રદેશ તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો પ્રવેશ હોવાથી આ જહાજ દરિયાઇ સુરક્ષા માટે ખાસ ઉપયોગી બનશે.’

