પોરબંદરની મહાત્મા ગાંધી ઈંગ્લીશમીડીયમ સ્કૂલ માં પ્રવાસી શિક્ષકોને મુક્ત…

પોરબંદરની મહાત્મા ગાંધી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં પ્રવાસી શિક્ષકોને મુક્ત કરવામાં આવતા હોબાળો મચી ગયો છે ઈંગ્લીશ મીડીયમ માં ભણતા બાળકોના શિક્ષણ માટે ગુજરાતી શિક્ષકો ગોઠવવામાં આવતા વાલીઓ એ શિક્ષણ અધિકારીની કચેરી નો ઘેરાવ કરી તાત્કાલિક ધોરણે ઈંગ્લીશ મીડીયમ ના શિક્ષકો ની વ્યવસ્થા કરવા માંગ કરી હતી પોરબંદર જિલ્લા પંચાયત દ્વારા ચાલતી શહેરની એક માત્ર મહાત્મા ગાંધી ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમા શિક્ષકોમાં કુલ 33 મહેકમમાં રહેલ 28 પ્રવાસી શિક્ષકો ને મુક્ત કર્યા છે.જેના બદલે ગુજરાતી મીડીયમ ના શિક્ષકો ને મૂકવામાં આવતા વાલીઓએ આજે હોબાળો મચાવ્યો હતો અને શિક્ષણ અધિકારીની કચેરીએ દોડી ગયા હતા અને તાત્કાલિક બાળકો માટે ઇંગ્લીશ મીડીયમ ના શિક્ષકોની વ્યવસ્થા કરવાની માંગ સાથે આગામી ત્રણ દિવસમાં જો વ્યવસ્થા નહીં થાય તો આંદોલનની ચીમકી પણ વાલીઓએ ઉઠાવી છે જાણો શું કહ્યું વાલીઓએ ત્યારે આ ઉભા થયેલા પ્રશ્ન અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓને સાંત્વના આપી હતી ને આગામી સમયમાં વિચારણા કરવામાં આવી રહી છે અને વહેલી તકે આ સમસ્યાનું નિવારણ આવશે તેવું જણાવ્યું હતું

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!