રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા પોરબંદરમાં ક્ષયના દર્દીઓને પોષણયુક્ત આહાર અક્ષય કીટનું થયું વિતરણ.

પોરબંદરમાં ટીબીના દર્દીઓને પૌષ્ટિક કીટનું વિતરણ જીલ્લા ક્ષય કેન્દ્રનાં તબીબો ના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૦ માર્ચ ૨૦૨૪ નાં રોજ કરવામાં આવ્યું હતું. રોટરી કલબ ઓફ પોરબંદર અને ઇનરવ્હીલ કલબ દ્વારા રૂા. ૧૦૦૦ ની એક એવી 46 પૌષ્ટિક આહારની કીટનું જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ 740 કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, આ દર્દીઓ એવા છે જેમને ડોકટરો દ્વારા સુચવવામાં આવેલ પોષણયુકત આહારનો ખર્ચ તેઓ ઉઠાવી શકતા નથી.
આ પ્રોજેક્ટ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે બંને કલબના સભ્યોની હાજરીમાં યોજવામાં આવ્યું હતું. રોટરી કલબના આ પ્રોજેક્ટમાં કરિયાણા એસોસિયેશનના પ્રમુખ જયેશભાઈ પોપટ ના માર્ગદર્શન હેઠળ આપણા રોટેરિયન દેવ દત્તાની ( ખટાઉ ) દ્વારા આ કિટનું પેકિંગ વાજબી ભાવે કરી આપી આ કીટ વિતરણમાં પોતાનું યોગદાન આપે છે.
સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી વસ્તુઓનો ઉપયોગ અને ફાયદા અંગે ડૉ. નિષા માખેચા તથા ડીસ્ટ્રીકટ ટીબી ઓફિસર ડો. સીમા પોપટિયા એ વિશેષ માહિતી આપી હતી અને વ્યસન મુકત રહી અને દવા વગેરે સમયસર લઈ રોગ મુક્ત થવા અંગે માર્ગદર્શન આપ્યું.
ડો. સીમાબેન પોપટિયા અને પરેશભાઈ દવે એ દર મહીને ૧ – ૧ કીટ પોતાના તરફથી આપશે એવી જાહેરાત કરી હતી, ક્લબના પ્રોજેકટ ચેરમેન વિજય મજીઠીયા દ્વારા તેમનો આભાર માનવા માં આવ્યો હતો.
આ પ્રસંગે રોટરી ક્લબના પ્રોજેકટ ચેરમેન વિજય મજીઠીયા દ્વારા દર્દીઓ સાથે ચર્ચા કરીને દર્દીઓને આ મહેનત સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી.અને સેક્રેટરી રો. દિવ્યેશ સોઢા, પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રો. જયેશ પત્તાણી, અનીલરાજ સિંઘવી, પ્રીતેશ લાખણી, પરેશભાઈ દવે, ઇનરવ્હીલ પ્રમુખ સીમા સિંઘવી, સેક્રેટરી દીપાબેન દત્તાણી. પ્રોજેક્ટ ચેરમેન ઇલાબેન ઠક્કર, હંસાબેન ગોહેલ હાજર રહ્યા હતા.
