ગુરુપૂર્ણિમા ના પાવન દિવસે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા 51 શાળા ના 212 જેટલા ગુરુજનો,શિક્ષકો ,વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓને સન્માનિત કરાયા

બિરલા હોલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો

આધુનિક યુગ માં ભારતીય સંસ્કૃતી ને જીવંત રાખવા ના હેતુ થી ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસ નિમિતે પોરબંદર ના બિરલા હોલ ખાતે સાંજે 4 કલાકે ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોરબંદર ની 51 શાળા ના 212 આચાર્ય. ગુરુજનો ,શિક્ષકો તથા વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું
ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા યોજાયેલ ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ વંદે માતરમ ગીત દ્વારા કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. સૌ પ્રથમ પ્રમુખ કમલેશભાઇ ખોખરી એ ઉપસ્થિત મહાનુભાવો નુ શબ્દો થી સવાગત કર્યુ જેમા માં આર એસ એસ. પોરબંદર ના સંઘ ચાલક વિનોદભાઇ કોટિયા ,ભારત વિકાસ પરિષદ ના પ્રાંત સંગઠન મંત્રી કિરીટભાઈ નંદાણીયા
ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીગ્નેશ કારીયા ,પોરબંદર ના જાણીતા તબીબ ડો.સુરેશભાઈ ગાંધી, નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સુનિલ ગોહેલ તથા મણિયારા ને દેશ વિદેશ માં સુપ્રસિદ્ધ બનાવનાર રાણાભાઈ સિડા,ડો.ભરત ગઢવી સહીત શહેરના પ્રબુદ્ધ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવો દ્વારા પોરબંદર ની 51 શાળા ના 212 ગુરુજનો શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓ અને શાળા ને સ્વચ્છ રાખતા કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમ માં ભારત વિકાસ પરિષદના પ્રાંત સંગઠન મંત્રી કીરીટભાઇ નંદાણીયાએ ભારત વિકાસ પરિષદ નો પરિચય આપતાં જણાવ્યું હતું કે ભારત વિકાસ પરિષદના ત્રણ શબ્દોમાં ભારત એટલે ભારતનું મૂલ્ય,ભારત ની સંસ્કૃતિ ભારત ના આદર્શો,સંસ્કારો ને કેન્દ્ર બિંદુમાં રાખી કામ કરતી સંસ્થા.જ્યારે વિકાસ શબ્દનો અર્થ એટલે બાંધકામ માં પ્રગતિ તેવું લોકો માનતા હોય છે પરંતુ વિકાસ એટલે પ્રચાર પ્રશિક્ષણ સાથે જોડાયેલું છે કેનું રક્ષણ કરવાનું છે જેનું સંવર્ધન કરવાનું છે જેમાં આપણા મૂલ્યોનો વિકાસ કરવાનો છે.ભારતીય પરંપરા જૂનામાં જૂની સંસ્કૃતિ છે જે લુપ્ત થતી જાય છે તેનું સંરક્ષણ કરવાનું કરી ભારત વિકાસ પરિષદ કરી રહી છે.જ્યારે પરિષદનો અર્થ થાય છે તર્કબદ્ધ સમૂહ ચોક્કસ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે કામ કરતો સમૂહ.જ્યારે પોરબંદર ના સુપ્રસિદ્ધ તબીબ ડૉ.સુરેશ ગાંધીએ જણાવ્યું હતું કે પોરબંદર નું ભવિષ્ય તમારા હાથમાં છે ને મંદિરમાં ભગવાન અને ઘરમાં માં બાપ શાળામાં શિક્ષકો આ ત્રણેયનું મહત્વ સરખું છે.જેને જીવનભર ઋણ સ્વરૂપે જતન કરવા શીખ આપેલી.આ ઉપરાંત કાર્યક્રમ ના અંતમાં પોરબંદર રૂપાળી બા પે સેન્ટર કન્યા શાળા ના પ્રિન્સિપાલ પ્રીતિબેન કોટેચા તથા કુતિયાણાએસ એમ જાડેજા કોલેજના પ્રોફેસર બાબુભાઇ ભૂતિયા એ કાર્યક્રમ અંગે નો સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને અંતમાં ભારત વિકાસ પરિષદ ના મંત્રી નિધિબેન શાહે આભારવિધિ કરી હતી.આ કાર્યક્રમ ને ભવ્ય બનાવવામાં શહેર ના પ્રતિષ્ઠિત વ્યાપારી મનીષભાઈ સિંધવ ( વેલજી પી.એન્ડ સનસ ) દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બિરલા હોલ ની શુલ્ક ફાળવણી કરી હતી
ગુરૂવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ ના સંયોજક તરીકે પ્રો નયનભાઈ ટાંક તથા ભારત વિકાસ પરીષદના પ્રમુખ કમલેશભાઈ ખોખરી, મંત્રી નિધિબેન શાહ ,ઉપ પ્રમુખ વીનેશ ગોસ્વામી તથા કારોબારી ખજાનચી હરદતપુરી ગોસ્વામી,સંગઠન મંત્રી પંકજ ચંદારાણા ,મહીલા સંયોજીકા નિવેદિતાબેન જોશી, ભાવનાબેન છેલાવડા, નાથાભાઇ દાસા ,જીતેશ ભાલાણી,મીનાબેન પાનખાણીયા ,દુર્ગાબેન લાદીવાલા,નિમેષ ગોંડલીયા ,મનોજભાઈ પંડ્યા,સહીત ની ટીમે એ જહેમત ઉઠાવી કાયઁક્રમ ને સફળ બનાવેલ..
