શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, પોરબંદર દ્વારા ગુરુપૂર્ણિમા ના અવસર ની વિશિષ્ટ ઉજવણી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, પોરબંદર દ્વારા આજે ગુરુપૂર્ણિમા ની ભાવસભર ઉજવણી કરવામા આવી.
માતા-પિતા અને ગુરુ દરેક ના જીવન મા પથદર્શક કહેવાય છે, પરંતુ જીવન મા પથદર્શક તરીકે પુસ્તકો નો પણ એટલો જ ફાળો છે,એ વાત ને સુદ્રઢ રીતે સમજાવવા આજે ગુરુપૂર્ણિમા પાવન પર્વ નિમિત્તે સંસ્થા ના વિદ્યાર્થીઓ એ પોરબંદર ના જાણીતા પુસ્તકાલયો અનુક્રમે સ્ટેટ લાઇબ્રેરિ તથા શ્રી રામકૃષ્ણ મિશન સંચાલિત સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય ની મુલાકાત લીધી હતી. પોરબંદર સ્ટેટ લાઇબ્રેરિ 136 વર્ષ જૂની લાયબ્રેરિ છે જેમા આશરે 56000 પુસ્તકો છે,એવી માહિતી ગ્રંથપાલ શ્રી રમેશ ભાઈ જોષી દ્રારા આપવા મા આવેલ. ત્યારબાદ સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય ની પણ વિદ્યાર્થીઓ એ મુલાકાત લીધી. આ પુસ્તકાલય પણ શહેર નુ સમૃદ્ધ પુસ્તકાલય છે,કે જેમા આશરે 65000 જેટલા પુસ્તક ઉપલબ્ધ છે એવી માહિતી ગ્રંથપાલ શ્રી બલભદ્ર ભાઈ એ આપી.
વાંચન વડે ખુબ મોટુ સુખદ પરિવર્તન શક્ય બને છે અને આજના મોબાઇલ યુગ મા બાળકો સદ્ વાંચન પ્રતિ અભિમુખ થઈ વિચારો થી સમૃદ્ધ થાય એવા પ્રયાસ ના ભાગ રૂપે વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય ની મુલાકાત નુ આયોજન કરાયેલ,જેને વિદ્યાર્થીઓ દ્વારા ખુબ સારો પ્રતિસાદ મળેલ.
ઉત્કૃષ્ટ શિક્ષણ આપવાની પરંપરા ધરાવતા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલ ના આ પ્રયાસ ની ખુબ સરાહના થઈ છે. વાંચન-મનન અને ચિંતન સફળ જીવન ની ચાવી ઓ છે,અને પુસ્તક પણ એક ગુરુ નુ સ્વરુપ છે ત્યારે ગુરુપૂર્ણિમા નિમિત્ત ના પ્રયાસ મા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ના આચાર્ય શ્રી વિપુલ સર,અને દરેક શિક્ષક ગણ ના પ્રયાસ વડે આ કાર્યક્રમ સફળ થયેલ.
સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ દાસ જી એ આ પ્રસંગે આશિર્વચન પાઠવેલ.
સાંપ્રત સમય મા સદ્ વાંચન પ્રતિ વિદ્યાર્થીઓ અભિમુખ થાય તે માટે નો સ્તુત્ય પ્રયાસ…..
સાંપ્રત સમય મા વિદ્યાર્થીઓ સદ્ વાંચન પ્રતિ અભિમુખ થાય તે માટે નો સ્તુત્ય પ્રયાસ…..
Wow amezing