શ્રી મહેર આર્ટ પરિવાર દ્વારા પોરબંદરના કલા ગુરુ ચિત્રકાર અરિસિંહ રાણા કેશવલાની ૯૯મી જન્મ જયંતિ ના રોજ
ચિત્રાંજલિ ચિત્ર પ્રદર્શન 2022 યોજવામાં આવેલ
ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે આ પ્રદર્શન ખુલ્લુ મુકાયું


કલા નગરી પોરબંદરમાં મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે
શ્રી મહેર આર્ટ પરિવાર દ્વારા પોરબંદરના કલા ગુરુ ચિત્રકાર અરિસિંહ રાણા કેશવલાની ૯૯મી જન્મ જયંતિ તારીખ ૧૫મી જુલાઇ ના રોજ
ચિત્રાંજલિ ચિત્ર પ્રદર્શન 2022 યોજવામાં આવેલ
ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે આ પ્રદર્શન ખુલ્લુ મુકાયું
આ પ્રસંગે
પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, સ્વામી આત્મદીપાનંદજી વિવેકાનંદ મેમોરિયલ , રેખાબા સરવૈયા, નિયામક જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાણાભાઇ સીડા વિશ્વપ્રસિદ્ધ મણિયારો રાસના પ્રણેતા, ડો. ભરતભાઈ ગઢવી , લાખાભાઈ ઓડેદરા મહેર અગ્રણી
શ્રી ગંગાભાઈ ઓડેદરા, ચેરમેન પોરબંદર છાયા નગરપાલિકા, નિલેશભાઈ ઓડેદરા,
બલરાજ પાડલીયા
પ્રેસિડેન્ટ ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ વગેરેએ મહાનુભાવોએ ઉપસ્થિત રહી ચિત્રકારોને પ્રોત્સાહિત કરેલ.
આ પ્રસંગે ઈનોવેટિવ ગ્રુપના આર્ટિસ્ટ પણ સહયોગી રહેલ.
પ્રદર્શનમાં કુલ 18 જેટલા ચિત્રકારોએ કુલ ….પોતાની કલાકૃતિઓ પેન્સિલ શેડિંગ વોટર કલર એક્રેલિક કલર તથા ઓઇલ પેઇન્ટિંગ્સ ના અદભૂત ચિત્રો પ્રદર્શિત કરેલ સાથે સાથે અર્જુન પરમાર એમ.એસ.યુનિ.બરોડા સ્કલ્પચર નાં વિદ્યાર્થી એ કાષ્ટ ની શિલ્પ કલાકૃતિઓ ગ્રામીણ સંસ્કૃતિને કાષ્ટ કાલથી બનાવેલ તો પ્રશાંત બાપોદરાએ ૨૯૦૦૦ DICE ( પાસાઓ)થી મરલીન મનરો નું પોર્ટ્રેઇટ બનાવી રેકોર્ડ સ્થાપેલ પોરબંદરની કલા પ્રિય જનતાને મંત્ર બુદ્ધ કરેલ
શાબ્દિક સ્વાગત કરશનભાઈ ઓડેદરા પ્રેસિડેન્ટ મહેર આર્ટ પરિવાર તથા
કાર્યક્રમનું સફળ સંચાલન પોપટભાઈ ખૂટી એ કરેલ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!