પોરબંદર- ખમભાળિયા રોડ પર આવેલ દેગામ પાસે ખાનગી બસ અને કાર નો ગમખ્વાર અકસ્માત ચાર ના મોત

પોરબંદર-ખંભાળીયા ધોરી માર્ગ પર આવેલ દેગામ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બે યુવકોને પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ બન્ને યુવકોને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ ઉદ્યોગનગર પોલીસ મથકના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી જઈ સર્જાયેલા ટ્રાફીકને કલીયર કરી મૃતદેહને પી.એમ.અર્થે ખસેડયા હતા.
આ બનાવથી મેર સમાજના લોકો હોસ્પિટલે દોડી ગયા હતા અને નાના એવા કીંદરખેડા ગામમાં શોકનુ મોજુ ફેલાયુ છે.

પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર તાલુકાના કીંદરખેડા ગામે રહેતા રામભાઈ વીરમભાઈ ઓડેદરા, હરદાસભાઈ હમીરભાઈ મોઢવાડીયા હિતેશભાઈ રામદેવભાઈ કેશવાલા અને રામભાઈ સવદાસભાઈ મોઢવાડીયા સહિત ચારેય યુવાનો જીજે૨બીએચ ૯૩૬૦ નંબરની કારમાં પોરબંદર થી પોતાના ગામ કીંદરખેડા તરફ આવી રહયા હતા ત્યારે ખંભાળીયાથી સોનલકૃપા ટ્રાવેલ્સની જીજે૧૧ટીટી ૯૩૯૨ નંબરની બસ પુરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે ત્યારે કાર અને ખાનગી બસ વચ્ચે બપોર ના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ ગંભીર અકસ્માતમાં ઘટના સ્થળે રામભાઈ વિરમભાઈ ઓડેદરા નામના ૪૫ વર્ષીય યુવાન અને હરદાસ હમીરભાઈ મોઢવાડીયા નામના ૪૦ વર્ષીય યુવાનના મોત નિપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા હીતેશ રામભાઈ કેશવાલા ઉ.વ.૨૨ અને રામ સવદાસભાઈ મોઢવાડીયા ઉ.વ.૩૨ સહિત બન્ને યુવકોને સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાં ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ બન્ને યુવકોને મૃતજાહેર કર્યા હતા.આમ કુલ ચાર ના મોત નિપજ્યા છે
આ બનાવની જાણ ઉદ્યોગનગર પોલીસ મથકના પી.એસ.આઈ. કવિતા ઠાકરીયા સહિતના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતથી સર્જાયેલ ટ્રાફીક પૂર્વવત કરી મૃતદેહને હોસ્પિટલે ખસેડી પી.એમ.અર્થે ખસેડયા હતા. મેર સમાજના અગ્રણીઓ અને કોંગ્રેસના રામદેવભાઈ મોઢવાડિયા ,દેવસી મોઢવાડીયા કેશુભાઈ વાઢેર સહિતના આગેવાનો બનાવની જાણ થતા ભાવસિંહજી હોસ્પિટલે દોડી ગયા હતા.એક સાથે ચાર યુવકના અકસ્માતમાં મોતથી નાના એવા કીંદરખેડા ગામમાં શોકનું મોજુ ફેલાયુ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!