ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ વડાને પોરબંદર NSUI દ્વારા રજૂઆત કરાઈ
ગુજરાતના યુવાધનને નશીલા પદાર્થ તરફ જતા અટકાવો, કોલેજના વિદ્યાર્થીઓ ડ્રગ્સ માફિયાઓના સકંજામાં આવી રહ્યા છે –NSUI
કોલેજીયનને ડ્રગ્સ,ગાંજા અને ચરસ જેવા નશીલા પદાર્થની ચુગલમાથી બચાવવા અને ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ વડાને પોરબંદર NSUI દ્વારા રજૂઆત કરાઈ
ગાંધીજીનું ગુજરાત આમ તો દારુબંધીને કારણે ડ્રાય સ્ટેટ ગણાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત દારૂની સાથે સાથે ડ્રગ્સ સરસ ગાંજો જેવા નસીલા પદાર્થોની હેરફેરમાં પણ મોખરે આવી રહી છે તેના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે
૧. અમદાવાદમાં ૧.૫ કરોડના ડ્રગ્સ સાથે ૨ ની ધરપકડ
૨.રાજકોટમાં ૪૦૦ કિલો ગાંજા સાથે આત્મીય કોલેજ ૨ વિદ્યાર્થીઓ ઝડપ્યા
૩.વર્ષ ૨૦૧૯માં ડ્રગ્સની હેરફેર મામલે અનેક વિદેશીઓ સહીત ૧૦ થી વધુ લોકો પકડાયા
૪.પોરબંદર નજીકના દરિયામાં ઈરાની શખ્સો સામેની એક બોટમાંથી અધધ ૪૨૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું આજે સમગ્ર ગુજરાતના યુવાનો અને ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ ડ્રગ્સ માંફીયાઓના સકંજામાં આવી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં ડ્રગ્સના અનેક સપ્લાયરો કાર્યરત છે જે યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચડાવી યુવાનોના ભવિષ્યને અંધકારમાં ધકેલી રહ્યા છે
ગુજરાતની દરેક કોલેજની આસપાસ આ ડ્રગ્સ માફિયાઓ પોતાનો છુપો અડ્ડો સ્થાપીને બેસી ગયા છે. હાલ રાજકોટ,અમદાવાદ ,સુરત વગેરે મહાનગરોમાં ડ્રગ્સ સપ્લાયરોની આખી ટીમ એકવ્યવસ્થિત નેટવર્ક થાકી પોતાના કળા કામોનો અંજામ આપી રહ્યા છે.પણ સરકાર અને જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય આ માફિયાઓ બેફામ બની રહ્યા છે એક એવી થિયરી પણ છે કે ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સના કારોબાર થકી મળેલા પૈસાનો ઉપયોગ આતંકવાદી પ્રવૃતિઓમાં કરે છે. આમ આ પ્રવૃત્તિઓ દ્વારા પરોક્ષ રીતે દેશની સુરક્ષા સાથે પણ ચેડા થઇ રહ્યા છે ત્યારે સરકાર અને તંત્ર ઊંઘતા ઝડપાઈ રહ્યા છે.. જેના કારણે અમને એવો ડર છે કે ભૂતકાળમાં સમગ્ર ભારત દેશમાં પંજાબમાં ડ્રગ્સનું પ્રમાણ જે રીતે જોવા મળી રહ્યું છે તેવી જ રીતે આવનારા સમયમાં ઉડતા ગુજરાત થતા કોઈ રીતે રોકી નહિ શકે.. જેના કારણે ગુજરાતના યુવાનોને ડ્રગ્સ ના નશામાંથી છોડાવવા ગુજરાત NSUI i દ્વારા ‘ NO DRUGS MOVEMENT ‘ પણ શરુ કરવામાં આવી છે.. આ મુહિમથી સંપૂર્ણપણે આવા નશાના પદાર્થો ન વેચાઈ એના માટે પહેલા ગાંધી ચિંધ્યા માર્ગે તેનું આંદોલન ચાલી રહ્યું છે, તેમ છતાં પણ સરકારની આંખ નહિ ખુલે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં NSUI દ્વારા ઉગ્ર આદોલન કરવામાં આવશે..જેથી આ અગાઉ જ રાજ્ય સરકાર તેમજ રાજ્યની પોલીસ દ્વારા પગલા લેવામાં આવે તેવી પોરબંદર NSUI આપ સાહેબને રજૂઆત કરે છે જીલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ,ઉમેશરાજ બારૈયા,જયદીપ સોલંકી,રોહિત સિસોદિયા,બિરજુ શિંગરખિયા,મનોજ પાંડાવદરા,દિશિત પરમાર,દિવ્યેશ સોલંકી,રાજ પોપટ,રાજ ઓડેદરા,અરમાન પરમાર,યશ ઓઝા,ચિરાગ વદર,ગૌરવ શિંગરખિયા,ચિરાગ ડાભી સહીત યુવાનો જોડાયા હતા...