આંબારામાં અને વડાળા ગામમાં પ્રવેશોત્સવ નું ભવ્ય આયોજન કરાયું

આજરોજ મોઢવાડા ક્લસ્ટરમાં સમાવિષ્ટ અંબારામાં પ્રાથમિક શાળા વડાળા ,પ્રાથમિક શાળા તથા એમ.એમ. મોઢવાડિયા હાઇસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગૃહ અને શહેરી વિકાસ વિભાગના ઉપ સચિવ શ્રી સતિષભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમની સાથે મોઢવાડા ક્લસ્ટર ના કોઓર્ડીનેટર બથવાર અશોકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં બાલવાટિકા, ધોરણ 1′ તથા ધોરણ નવ ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને ઉપ સચિવ શ્રી સતિષભાઈ પટેલ સાહેબ દ્વારા કુમકુમ તિલક કરી તથા વિવિધ પ્રકારની શૈક્ષણિક કીટ તેમજ ઇનામો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે સાથે સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ વિવિધ પ્રકારના શૈક્ષણિક તથા પ્રવૃત્તિ લક્ષી સાહિત્યનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેમજ આ પ્રદર્શન ગામ લોકોએ તથા વાલીઓએ નિહાળ્યું હતું. વધુમાં રાજ્ય સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, NMMS, PSE વગેરે પરીક્ષાઓમાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી બીર્દાવવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં એસએમસી સભ્યો સહિત ગ્રામ લોકો તથા અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આંબા રામા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હરીશભાઈ મોઢવાડિયા, મુળુભાઈ , ટ મુબેન ગોરાણીયા,કેશુભાઈ,જાગૃતિબેન તથા વડાળા પ્રાથમિક શાળાના આચાર્ય દીપેનભાઈ, ટ મુ બેન કેશવાલા,ગીતાબેન સાદિયા તથા એમ એમ મોઢવાડિયા હાઈસ્કૂલના આચાર્ય જેઠી બેન,હાજાભાઈ ટ્રસ્ટ ના પ્રમુખ કરશન ભાઈ સહિત તમામ શિક્ષકો એ ભારે જહેમત ઉઠાવી હતી,સાથે. ઉપ સચિવ શ્રી સતિષભાઈ પટેલ સાહેબ દ્વારા તમામ શાળાઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું
