શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિનું શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ, પોરબંદર.<br /> દ્વારા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ વિશિષ્ટ રીતે કરવામાં આવી.

શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિનું શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ, પોરબંદર.
દ્વારા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ વિશિષ્ટ રીતે કરવામાં આવી.

ગરબી રમવા આવેલ 10 વર્ષથી નીચેની તમામ 84 બાળાઓના ભારત સરકાર સંચાલિત સુકન્યા સમૃદ્ધિ યોજના નીચે ખાતાઓ ખોલી દરેકના ખાતામાં રૂપિયા 750 જમાં કરાવવામાં આવ્યા. આમ કરીને ટ્રસ્ટ દ્વારા પોતાની સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય ફરજ બજાવવામાં આવી ઉપરાંત રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરવામાં આવ્યો.
આ પ્રસંગે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટીઓ , આગેવાનો તથા સ્વયંસેવકો, માણેક બાઈ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય તથા વિદ્યાર્થીઓ લીડ બેંક એસબીઆઇ, હેડ પોસ્ટ ઓફિસ. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ ખાતું, ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુરુજી શ્રી જટાશંકર ભાઈ દ્વારા શકિતની દેવી જગતજનની માં જગદંબા તથા નવરાત્રી મહોત્સવ ની ઉજવણી વિશે ધાર્મિક તથા મનનીય જાણકારી આપવામાં આવી હતી અને આવેલ સંસ્થાના વિદ્યાર્થી દ્વારા શ્રી સુક્તના પાઠનું સામૂહિક પઠન કરી વાતાવરણ ભક્તિમય બનાવવા માં આવ્યું હતું. ભારત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગના સખી વન સ્ટોપ નાં સંચાલક શ્રી કિરણબેન ગોસાઈ દ્વારા સંસ્થા દ્વારા મહિલાઓને મળતી વિશિષ્ટ સેવાઓ જેવીકે સામાજિક સમસ્યામાં પરામર્શ, પોલીસ સહાય, કાયદાકીય સહાય, તબીબી સહાય હંગામી ધોરણે આશ્રય જેવી બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસ.બી. આઇ માણેકચોક શાખાના શ્રી અમિતભાઈ તથા મેનેજર શ્રી દેત્રોજા સાહેબ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત એસબીઆઈના સમગ્ર પોરબંદર ઝોનના સર્વોચ્ય અધિકારી શ્રી મિશ્રા સાહેબ તથા શ્રી શર્મા સાહેબ દ્વારા રાષ્ટ્રભાષા માં ભારત સરકારની અત્યારના સમયની સહુથી વધુ વ્યાજ આપતી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા તથા તે દ્વારા લાડલી દીકરીનું ભવિષ્યનું આર્થિક જીવન વધુ સારું બનાવવા અપીલ કરવામાં આવી હતી. તથા આ વિસ્તારની દરેક જ્ઞાતિ સંસ્થા, સામાજિક સંસ્થા, સામાજિક કાર્યકરો તથા રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ ધરાવતા દરેક નાગરિકો આ પ્રસંગનું અનુકરણ કરી સમગ્ર સમાજ તથા રાષ્ટ્ર નાં વિકાસમાં વધુ ને વધુ પ્રયત્ન કરતા રહે તેવી રડ્યસ્પર્શી અપીલ કરવામાં આવી હતી.
મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ દ્વારા આ યોજનાનો આ રીતે લાભ અપાવનાર સમગ્ર ગુજરાત કે દેશમાં અમો સર્વ પ્રથમ હશું તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજના સમયમાં પેટા જ્ઞાતિ, જ્ઞાતિ કે મર્યાદિત સમાજના સંકુચિત વિચારથી પર રહી સમગ્ર હિન્દુ સમાજની નવરાત્રિમાં ભાગ લેનાર 10 વર્ષથી નાની બાળાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારા ટ્રસ્ટ દ્વારા જે પહેલ કરી છે જે દિશા સૂચન કર્યું છે તેમાંથી જો સમસ્ત સમાજ પ્રેરણા લેશે તો દેશમાં અને સમાજમાં એક જબરજસ્ત ક્રાંતિ થશે તેવો આત્મવિશ્વાસ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દરેક બાળાઓના વાલી નિયમિત દરરોજની મીનીમમ રકમ માત્ર રૂપિયા બે ની દૈનિક બચત કરી ખોલાવેલા ખાતામાં જમા કરાવે તેવી અપીલ કરવામાં આવી હતી. તેમજ ખાસ કિસ્સામાં કોઈ અનિવાર્ય સંજોગોમાં આ રકમ પણ ન ભરી સકે તેમ હોય ત્યારે ચોક્કસ અમારા ટ્રસ્ટ ને યાદ કરે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.
ઉપસ્થિત પોરબંદર જિલ્લાના તમામ સર્વોચ્ય અધિકારી ગણ, સમાજમાં આ વિષયનો વધુને વધુ પ્રચાર પ્રસાર કરવામાં સાથ સહકાર આપનાર પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકાર તથા સહકર્મીઓ પણ વિશેષ યાદ કરી તથા આ ઉમદા અને પવિત્ર કાર્યમાં સાથ સહકાર આપનાર તમામનો આભાર માનવામાં આવ્યો હતો. તથા પાવભાજીનું સહપરિવાર ભોજન લઇ, મહાલક્ષ્મી માતાજીના આશીર્વાદ મેળવી દિવ્ય પ્રસંગને વાગોળતાછુટ્ટા પડ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!