સૌરાષ્ટ્ર બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં પોરબંદરની કાવ્યા ઠાકરે લોકગીતમાં પ્રથમ નબરે વિજેતા
સૌરાષ્ટ્ર બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માં પોરબંદર ની શ્રી કાવ્યા ઠાકરે લોકગીત માં પ્રથમ નબરે વિજેતા પોરબંદર:સોમનાથ ના પ્રભાસ પાટણ ખાતે યોજાયેલ બાર જિલ્લા ની સૌરાષ્ટ્ર બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માં અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ ની મુળ દ્વારકા અને હાલ પોરબંદર ની બોખીરા પે સેન્ટર પ્રાથમિક શાળા માં ધોરણ પાંચ માં અભ્યાસ કરતી કાવ્યા મનસુખ ભાઈ ઠાકર એ લોક ગીત વિભાગ માં પ્રથમ સ્થાને વિજેતા બનતા પોરબંદર અને દ્વારકા જિલ્લા નું ગૌરવ વધારવા બદલ અભિનંદન વર્ષા થઈ છે
સોમનાથ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃર્તિ ની કચેરી દ્વારા તાજેતરમાં સોમનાથ ના શ્રી રામ મંદિર ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવેલ બાર જિલ્લાઓની સૌરાષ્ટ્ર બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકળા, સર્જનાત્મક કારી ગીરી, લગ્નગીત, લોકવાદય સઁગીત,, એક પાત્રિય અભિનય, દુહા -છદ, ચોપાઈ, લોકવાર્તા, લોકગીત, ભજન, સમૂહ ગીત અને લોક નૃત્ય જેવી કેટેગરી ની વિવિધ સ્પર્ધા ઓ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુળ દ્વારકા ના અનેહાલ પોરબંદર ના બોખીરા પે સેન્ટર શાળા ની ધોરણ માં અભ્યાસ કરતી શ્રી કાવ્યા મનસુખ ભાઈ ઠાકર એ લોકગીત વિભાગ માં પ્રથમ ક્રમે વિજેતા થઈ પોરબંદર અને દ્વારકા જિલ્લા નું ગૌરવ વધાર્યું છે ત્યારે બને જિલ્લા વાસીઓ એ અભિનંદન સાથે ઉતરોતર પ્રગતિ ની શુભેચ્છાઓ આપી છે પોરબંદર જિલ્લા માંથી જુદી જુદી સ્પર્ધામાં 60 જેટલાં વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતોતે પૈકી એક માત્ર શ્રી કાવ્યા ઠાકરે પ્રથમ ક્રમ મેળવી બન્ને જિલ્લા ને ગૌરવ બક્ષેયું છે
અત્રે ઉલ્લેખનીય છે કે,પોરબંદર ની પરાવાળા ગામની શ્રી સરકારી પા રા વા ળા હાઈસ્કૂલ માં મદદનીશ સાઇન્સ શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી મનસુખ ભાઈ ઠાકર જાણીતા સાહિત્ય કાર અને કવિ પણ છે અને સારાં પુસ્તકોના વાચક છે તેઓનો પણ સાહિત્ય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો થકી શિક્ષણ ની ગુણવતા સુધારણા માં બહુ મૂલ્ય ફાળો રહ્યો છે તેઓ સારાં વક્તા પણ છે વિવિધ શાળા કોલેજો માં તેમના વક્તવ્ય ને સારો આવકાર મળ્યો છે,ત્યારે તેમની પુત્રી શ્રી કાવ્યા એ સૌરાષ્ટ્ર ના 12 જીલાઓ ની આસ્પર્ધા માં લોકગીત સ્પર્ધા માં એક માત્ર કાવ્યા એ પ્રથમ સ્થાન મેળવતા “ મોર ના ઈંડા ચીતરવા ન પડે “ કહેવતને સાર્થક કરી છે