સરકારી કર્મચારીની સજા માફ કરી પ્રોબેશન નો લાભ આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ.

પોરબંદરમાં સરકારી કચેરીમાં પટાવાળા તરીકે કામ કરતા વિજય રમણીકલાલ ધરાદેવ ને અગાઉ ચીફ કોર્ટ દ્રારા જેલની સજા કરેલી હતી. અને તેની સામે તેમના એડવોકેટ એમ. જી. શીંગરખીયા તથા ભરતભાઈ લાખાણી મારફતે ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ કરેલી હતી. અને તે અપીલના કામે એડવોકેટ દ્રારા આરોપીને પ્રોબેશન નો લાભ આપવા માટે વિગતવાર અરજી કરતા અને તે સંબંધે દલીલમાં જણાવેલ કે, હાલના આરોપી સરકારી કર્મચારી છે. અને કોઈ ખોટી ઉચાપત કરેલ નથી. કોઈ સમાજ વિરોધી ગુન્હો કરેલ નથી. અને પોતાના પ્રોવિડંડ ફંડના પૈસા ઉપાડવા સંબંધેની અરજીમાં અધિકારીની સંમતિ બદલની ખોટી સહી કરેલી હોય તેવો આરોપ છે. પરંતુ ખરેખર કોઈ ખોટા ડોકયુમેન્ટો ઉભા કરેલ ન હોય, કોઈ નાણાંની ઉચાપત થયેલ ન હોય અને પ્રોવિડંડ ફંડની રકમ પોતાની જમાં કરાવેલી રકમ હોય અને તેથી તેમાં ઉપાડવા સંબંધેનું ખોટુ કરવાનું કોઈ કારણ ન હોય અને તેની પત્નિ ના ભરણ-પોષણ ના કેસો ચાલતા હોય અને તેની માતાને કેન્સર હોય તેની સારવાર ચાલતી હોય અને તે રીતે જવાબદારીથી ઘેરાયેલી વ્યકિત હોય અને કોઈ ગુન્હો કરવાનો ઈરાદો ન હોય કોઈ ગુન્હાહીત પ્રવૃતિમાં સંડોવાયેલ ન હોય અને તે રીતે જેલમાં મોકલવાને બદલે તેને પ્રોબેશન નો લાભ આપી છોડી મુકવો જોઈએ તેવી દલીલ કરતા અને તે સંબંધેની ઓથોરીટી રજુ કરતા નામદા૨ એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શ્રી શર્મા સાહેબ દ્રારા કિ પ્રો. કોડની કલમ-૩૬૦ તથા પ્રોબેશન ઓફ ઓફેન્ડસ એકટની કલમ-૩ તથા ૪ ની જોગવાઈઓ ઘ્યાને લઈ આરોપીનો કોઈ ગુન્હાહીત ઈતિહાસ ન હોય, સરકારી કર્મચારી હોય તે બાબત ઘ્યાને લઈ નીચેની કોર્ટે કરેલી સજા માફ કરીને અને સાથે સાથે આ પ્રોબેશન થી તેની સરકારી નોકરીની કોઈ બાબતને ઈફેકટ આવશે નહીં. તેવો પણ હુકમ કરેલો હોય અને તે રીતે એક સરકારી કર્મચારીને આ ચુકાદાથી મોટી રાહત મળેલ છે. અને નોકરીના તમામ લાભો પણ કાયમ રહેશે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ એમ. જી. શીંગરખીયા, ભરતભાઈ લાખાણી, વિનુભાઈ પરમાર, નવધણ જાડેજા રોકાયેલા હતાં.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!