પોરબંદર – છાયા નગરપાલિકા દ્વારા જાહેરાત નૂતન વર્ષ – ભાઈબીજ નિમિતે મહિલાઓ સીટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે
ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા ના માર્ગદર્શન હેઠળ પાલિકા પ્રમુખ સરજુભાઈ કારીયા દ્વારા નિર્ણય
વિક્રમ સવંત ના નવા વર્ષ એટલે કે, નૂતન વર્ષ – ભાઈબીજના સયુંકત તહેવાર અનુસંધાને તા. 26 ઓક્ટોબર ના એક દિવસ માટે મહિલાઓ સીટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે તે પ્રકાર ની જાહેરાત પોરબંદર-છાયા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા ના માર્ગદર્શન હેઠળ પોરબંદર-છાયા પાલિકા માં પ્રમુખ સરજુભાઈ કારીયા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાઓ ને આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પોરબંદરવાસીઓ ની સુવિધા અર્થે તાજેતર માં સીટી બસ સેવા શરૂ થઈ છે જેમાં શરૂઆત ના પ્રથમ દિવસે ધારાસભ્ય દ્વારા મફત મુસાફરી કરાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં નગરજનો આ સેવાનો લાભ લઇ રહ્યા છે ત્યારે નવા વર્ષ ના પ્રથમ દિવસ અને ભાઈબીજ ના સયુકત તહેવાર નિમિતે ખાસ બહેનો માટે એક દિવસ માટે વિનામૂલ્યે સીટી બસ સેવા ની જાહેરાત થઈ છે.