મારુ જીવન પ્રજાને સમર્પિત જીવન છે :મોઢવાડીયા,પોરબંદરમાં યોજાયેલ પરિવર્તન સંકલ્પ સભામાં મોટી જનમેદની ઉમટી

ટીકીટ માગવા વાળો નહિ આપવા વાળો છું: મોઢવાડીયા

મારી સાથે સત્ય છે એટલે એક છરકો પણ નથી થયો સામે વાળા જેલ માં ગયા છે : મોઢવાડીયા

પોરબંદરમાં આજે કોંગ્રેસ પક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા એ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારબાદ બપોરે ચાર કલાકે લોહાણા મહાજન વંડી ખાતે એક પરિવર્તન સંકલ્પ સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી આ સભામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અર્જુન મોઢવાડિયા એ સભાને સંબોધતા જણાવ્યું હતું કે હું ટિકિટ માગવા વાળો નહીં પરંતુ ટીકીટ દેવા વાળો છું મારી સાથે અત્યાર સુધી સત્ય છે એટલે મને છરકો પણ નથી થયો પરંતુ મારી સામેવાળા જેલમાં ગયા છે રાજનીતિમાં ઘણા વર્ષોથી છું તે તમારા આશીર્વાદ છે અને મારું મિશન તો શિક્ષણ હતું અને અનેક શૈક્ષણિક સંસ્થાઓ મેં ઊભી કરી છે અને શૈક્ષણિક સંસ્થાઓને મોટી બનાવી છે મારી છબી સાફ છે મારો ગરીબ પરિવારમાં જન્મ થયો છે અને મારુ જીવન પ્રજા ને સમર્પિત છે .હું હરામનું ખાઈને મોટો નથી થયો આજે માથું ઊંચું રાખીને દિલ્હી સુધી વાત કરી શકુ છું .વર્તમાન સરકારે એરપોર્ટ રેલવે બંદરો સહિત અનેક સરકારી કંપનીઓ મોટા મોટા ઉદ્યોગકારોને વેચી રહી છે તેનું ખૂબ જ દુઃખ થાય છે એર ઇન્ડિયા અને એલ.આઇ.સી પણ વેચાઈ ગયા છે ત્યારે પોરબંદરમાં પણ એક પણ ઉદ્યોગ નથી બચ્યો જેથી લોકો અન્ય શહેરોમાં જઈ રહ્યા છે પોરબંદર માં પરિવર્તન લાવવાની જરૂર છે અને આ જવાબદારી તમારી છે મને વિશ્વાસ છે કે આપ સૌ મને સહકાર આપશો તેવી આશા છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!