Watch “પોરબંદર માં સરેરાશ 58.96 ટકા મતદાન થયું election 2022” on YouTube
પોરબંદર જિલ્લામાં સરેરાશ મતદાન 58.96 ટકા ,પોરબંદર માં 61.14% કુતિયાણા માં 56.33 ટકા
શાંતિમય રીતે મતદાન પૂર્ણ
થતા જિલ્લા ચૂંટણી અધિકારીએ માન્યો મતદારોનો આભાર
પોરબંદર જિલ્લામાં પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની બેઠક પર આજે શાંતિમય રીતે મતદાન પૂર્ણ થયું હતું. પોરબંદર જિલ્લાના 494 મતદાન મથકો પર મતદાનની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાના 246 મતદાન મથક પર વેબ કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. લોકો નિષ્પક્ષ અને નિર્ભય રીતે મતદાન કરી શકે અને ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર મતદાનની કામગીરી સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજે સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.જેમાં પોરબંદર નું કુલ મતદાન 58.96 ટકા થયું હતું પોરબંદર ની બેઠક પર 61.14 ટકા તથા કુતિયાણા માં 56.33 ટકા મતદાન થયુ હતું કલેકટર અશોક શર્માએ જિલ્લાના મતદારોનો આભાર માન્યો હતો. તેમજ જીલ્લા પોલીસ વડા, પોરબંદર અને કુતિયાણા મતવિસ્તારના બંને ચૂંટણી અધિકારીઓ અને નાયબ પોલીસ અધિકારીઓ અને અન્ય સહુ ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલિંગ સ્ટાફ-કર્મચારીઓ અને સુરક્ષા સાથે જોડાયેલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા એજન્સીના જવાનોને પણ શાંતિપૂર્વક અને સમયબદ્ધ રીતે કરવામાં આવેલી ચૂંટણીલક્ષી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.