રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા પોરબંદર ચોપાટીની ફૂટપાથ પર બ્લેક એન્ડ વ્હાઈટ કલર માર્કીંગ
રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા કાંતિભાઈ મોનાણીના આર્થિક સહયોગ થી પોરબંદર ચોપાટીની ફૂટપાથ પર બ્લેક એન્ડ વ્હાઈટ કલર માર્કીંગ
પોરબંદર શહેરનું અમુલ્ય ઘરેણું, હૃદય અને બારેમાસ વ્હેલી સવારથી ધમધમતું ફરવાનું સ્થળ,તંદુરસ્તી માટે ચાલતા લોકો અને દેશભરમાં ખ્યાતિ ધરાવતી રાષ્ટ્રિય સામુદ્રિક તરણ સ્પર્ધા જ્યાં યોજાય છે તે સ્થળ એટલે રમણીય અને સ્વચ્છ ચોપાટી.
એકાદ દશકા ચોપાટીને નવા રૂપરંગ અપાયા અને ખુબ ઘણી વ્યવસ્થાઓ વધારી હતી.
આ ચોપાટી ખાતે સિમેન્ટના રોડ અને ફૂટપાથ એકજ સાથે બનેલા હોય અને રાત્રિના સમયે દરિયા તરફની ફૂટપાથ પર અનેક લોકો ચાલવા આવતાં હોય છે આ ફૂટપાથ પર કોઈ અલગ પડતી હોય તેવા નિશાન ન હોવાથી અવાર નવાર ચાલવા આવતાં નાગરિકો ખાસ કરીને વૃદ્ધ લકોની નજરમાં રોડ અને ફૂટપાથનો ફરક ન દેખાતા પડી જવાના ઘણા કિસ્સાઓ બનેલા છે અને નાની મોટી તો ક્યારેક ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ સમસ્યા નિવારવા શહેરના વરિષ્ઠ અને અનેક પ્રકારની ઉપિયોગી સેવાઓમા આર્થિક યોગદાન આપતા શ્રી કાંતિભાઈ મોનાણી હંમેશા ચોપાટી પર સાંજના સમયે હોય છે અને ઘણાં લોકોને પડી જતાં અને ઇજા પામતાં નજરે નિહાળતા તેઓએ ફૂટપાથના ખુણા પર રોડ માર્કિંગ પેઇન્ટ લગાવવા આર્થિક અનુદાન આપીને રોટરી ક્લબના માધ્યમથી આ કામ કરાવ્યું હતું.
દરિયા તરફની ફૂટપાથ પર આવી ઘટનાઓ બનતી હતી એટલે તે તરફની ફૂટપાથ પર મર્કિંગ કામ થતું હતું ત્યારે ત્યાં ફરવા અને ચાલવા આવતા લોકોએ ખુબજ સારો પ્રતિસાદ અને ખુબજ જરૂરી કાર્ય હોવાનું જણાવતા રોટરી ક્લબ દ્વારા સભ્યો અને અન્ય દાતાઓના સહયોગથી ચોપાટીની બંને તરફની ફૂટપાથ પર માર્કિંગ
કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.
આ કાર્યને શક્ય બનાવવામાં પોરબંદર-છાયા નગરપાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ ખાસ તત્પરતા દર્શાવી અને જરૂરી મંજૂરી આપી રોટરી ક્લબએ તેમની પ્રતિબદ્ધતા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્ય માટે રોટરી પ્રમુખ રો. દિવ્યેશ સોઢાએ દાતા શ્રી કાંતિભાઈ મોનાણી તથા રો. નીરજ મોનાણીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો પ્રોજેક્ટ ચેરમેન રો. હરીશભાઈ ગોહેલ અને રો. પ્રિતેશ લાખાણીએ જહેમત ઉઠાવી હતી.
આ પ્રોજેક્ટથી પોરબંદર શહેરના નાગરિકો માટે ચાલવાનું વધુ સુરક્ષિત અને આરામદાયક થશે.