પાક નુકાસાન પેટે પોરબંદર જિલ્લાના ખેડૂતોને અત્યાર સુધી ૩૫ કરોડ ૨૭ લાખ રૂપિયાની સહાય ખેડૂતોને ચુકવી દેવામાં આવી, જ્યારે બાકીની રકમ દિવાળી પહેલા ખેડૂતોને ચુકવી દેવામાં આવશે
પાક નુકાસાન પેટે પોરબંદર જિલ્લાના ખેડૂતોને અત્યાર સુધી ૩૫ કરોડ ૨૭ લાખ રૂપિયાની સહાય ખેડૂતોને ચુકવી દેવામાં આવી, જ્યારે બાકીની રકમ દિવાળી પહેલા ખેડૂતોને ચુકવી દેવામાં આવશે
માનનીય સાંસદ મનસુભાઈ માંડવીયા અને માનનીય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિત પોરબંદર જિલ્લાના આગેવાનોની રજુઆતના પગલે રાજ્ય સરકારે પાક નુકાસાન પેટે પોરબંદર જિલ્લાના ૫૦,૨૮૦ ખેડૂતો માટે કુલ ૭૯.૭૬ કરોડની સહાય મંજુર કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાની પેટે પ્રતિ હેક્ટર ૧૧ હજાર રૂપિયા લેખે બે હેકટરની મર્યાદામાં રૂપિયા ૨૨ હજારની સહાય ચુકવવામાં આવી રહી છે
પોરબંદરના ખેડૂતો માટે ઉદરાતાભર્યુ વલણ દાખવી સહાય ચકવવા માટે માનનીય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના માનનીય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો અભાર માન્યો
Please follow and like us:
CATEGORIES Porbandar