ભાયાવદરના ઓગણીસમી સદીના સિત્તેરના દાયકાના ચિત્ર શિક્ષક કેશુભાઈ લાઠીગરાનું સન્માન

ભાયાવદરના ઓગણીસમી સદીના સિત્તેરના દાયકાના ચિત્ર શિક્ષક કેશુભાઈ લાઠીગરાનું સન્માન

શિક્ષક કદાપી મૃત્યુ પામતો નથી, તેમને રોપેલા સંસ્કાર બીજ દ્વારા તે સદાય જીવંત રહે છે

મ્યુનિસિપલ હાઇસ્કુલ, ભાયાવદર ના નિષ્ઠાવાન ચિત્રશિક્ષક કેશુભાઈ જે. લાઠીગરા નું ગત ૧૫ ફેબ્રુઆરી ના તેમના ૮૩મા જન્મદિન નિમિતે રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ લેખક વક્તા જય વસાવડાના વરદ હસ્તે શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું. તેમના ત્રણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ચિત્રકાર અશોક ખાંટ, કલાશિક્ષક વલ્લભ પરમાર. ગ્રાફિક ડિઝાઇનર દિનેશ માકડિયા દ્વારા પોતાના કલાગુરુ શ્રી કેશુભાઈનું ગુરુઋણ ચૂકવવા તેમને સ્મૃતિચિન્હ અર્પણ કરી આ નાનો પણ લાગણીથી ભરપુર સમૃદ્ધ ભવ્ય કાર્યક્રમ યોજાઇ ગયેલ.

સુપ્રસિદ્ધ લેખક વક્તા જય વસાવડાના વરદ હસ્તે શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું.

મુખ્ય વક્તા જય વસાવડા એ સિકંદરના મૃત્યુ સમયે હાથ ખુલ્લા રાખવાના પ્રસંગ દ્વારા મૃત્યુનું મહત્વ સમજાવી કહ્યું કે ખુલ્લા ખાલી હાથે દરેકે જવાનું છે. પ્રેમ યાદો હંમેશા જીવિત રહેશે. કેશુભાઈના વિદ્યાર્થીઓ તેમની મોટી મૂડી છે. આ પ્રસંગે ગુજરાતી શિક્ષક બગથરિયાએ શુભેચ્છા સંદેશમાં જણાવેલ કે શિક્ષક કદાપી મૃત્યુ પામતો નથી, તેમને રોપેલા સંસ્કાર બીજ દ્વારા તે સદાય જીવંત રહે છે, કેશુભાઈના વિદ્યાર્થી અને પ્રસિદ્ધ ચિત્રકાર અશોક ખાંટે કેશુભાઈના વ્યક્તિત્વના કેટલાક ઉત્તમ પાસાઓને યાદ કરી કહ્યું કે જીવનમાં ઘણીવાર નકારાત્મક પ્રસંગો ઊંચી પ્રેરણા બક્ષી જાય છે, તેમના ભત્રીજા રાજેન્દ્ર લાઠીગરાએ લાગણી સભર અભિવ્યક્તિમાં કહ્યું કે કેશુભાઇએ પોતાની જાત ઘસી શેરડીના મીઠા રસનો ભાગ અમારા પરિવારના સભ્યો માટે વહેંચ્યો છે.

ભાયાવદરમાં ઓગણીસમી સદીના સિત્તેરના દાયકા દરમ્યાન કેશુભાઈના માર્ગદર્શન નીચે ચિત્રશિક્ષણ પામી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ કલાશિક્ષણ નો અભ્યાસ પ્રાપ્ત કરી કલાક્ષેત્રે અસાધારણ પ્રતિભા વિકસાવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગણનાપાત્ર મોભાનું સ્થાન પામ્યા છે. કેશુભાઈનું આ યોગદાન અમૂલ્ય છે.

આ કાર્યક્રમને ભાયાવદર મ્યુનિસિપલ હાઇસ્કુલના સ્ટાફ મિત્રો જેન્તીભાઇ માકડિયા, કાંતિલાલ ભાણવડિયા, મનુભાઈ માકડિયા, કન્યા વિદ્યાલયના ચિત્રશિક્ષક શંભુભાઈ સગપરિયા, રમણીક ફળદુ, હરસુખ વેગડા, અરવિંદ ભાણવડિયા, તેમજ કેશુભાઈના જીવનમાં ક્યાંક ને ક્યાંક સહયોગી બનેલા તેમના કેટલાક વિશેષ મિત્રો, પુત્ર ગોપાલ, પુત્રીઓ, અને પરિવારની હાજરીમાં જન્મદિન નિમિતે કેક કાપી કેશુભાઈને શારીરિક તંદુરસ્તી અર્થે શુભેચ્છાઓ પાઠવી પ્રસંગને અનેરી ગરિમા બક્ષી. સમગ્ર કાર્યક્રમ તેમના ભત્રીજા રાજેન્દ્ર લાઠીગરાના નિવાસ સ્થાન સોપાન હાઇટ્સ, રૈયા રોડ ખાતે યોજાયેલ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!