સુરશ્રી પરિવાર પોરબંદર દ્વારા સુપર સ્ટાર રાજેશ ખન્ના ને સ્વરાંજલી કાર્યક્રમ THE HITS OF RAJESH KHANNA નું ભવ્યાતિભવ્ય આયોજન સંપન્ન



બિરલા હોલ માં મોડી રાત્રિ સુધી સંગીત પ્રેમીઓ એ કાર્યક્રમ માણ્યો.
સુરખાબી નગર પોરબંદર માં સાંસ્કૃતિક પ્રવૃતિઓ ને વરેલી અમારી બન્ને સંસ્થાઓ સુરશ્રી સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરશ્રી ક્લચરલ ક્લબ દ્વારા વિતેલા જમાના ના સુપર સ્ટાર સ્વ. રાજેશ ખન્ના ને સ્વરાંજલી કાર્યક્રમ ” THE HITS OF RAJESH KHANNA ” નું ભવ્યાતિભાવ્ય આયોજન 8 જાન્યુઆરી રવિવારે બિરલા હોલ પોરબંદર ખાતે કરવામાં આવેલ તે ભવ્યાતિભાવ્ય રીતે સંપન્ન થયું.
આ સુરીલા કાર્યક્રમ માં વડોદરા થી વોઇસ ઓફ કિશોર કુમાર મહેન્દ્ર સોલંકી, જામખંભાળીયા થી વોઇસ ઓફ રફી શ્રી જલ્પેશ માંકડ, પોરબંદર ની કોકિલ કંઠી ગાયિકા વિશ્રાન્તિ જોશી એ પોતાના સુરીલા, મખમલી કંઠ થી રાજેશ ખન્ના પર ફિલ્મવાયેલ યાદગાર સોલો અને યુગલ ગીતો ની ખુબ સુંદર પ્રસ્તુતિ કરી શ્રોતાઓ ના મન મોહિ લીધા હતા. વાધ્ય સંગત માં રાજકોટ ના રાજુ ત્રિવેદી, ભાર્ગવ ઉમરાણીયા, ભરત ગોહેલ, સુરેન્દ્રનગર ના જિમ્મી વ્યાસ, મીઠાપુર ના સલીમભાઇ ખુભિયાં અને ઇનાયત ખુભિયાં એ ખુબ જ સરસ વાધ્ય સંગત કરી કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી દીધા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંયોજન કમલ રાજપરા એ તેમજ સંચાલન મોહમ્મદ હુસેન ધડા એ ખુબ સુંદર રીતે કર્યું હતું.

આ મનભાવન કાર્યક્રમ માં સૌરાષ્ટ્ર સિમેન્ટ લી. ના ડાયરેક્ટર શ્રી નરેન્દ્રસિંઘ , શુક્લાજી, જગતિયા સાહેબ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના AGM શ્રી રામાણી સાહેબ તેમજ અન્ય શાખાઓ ના મૅનેજરશ્રી અને સ્ટાફ મેમ્બર્સ, અનિલભાઈ કારિયા, ડો. સુરેશભાઈ ગાંધી, ડો. વિરમભાઈ ગોઢાણીયા, ડો. અનિલભાઈ દેવાણી, નીરજભાઈ મોનાણી, કમળાબેન કોટેચા, મુકેશભાઈ કોટેચા, ડો. મનોજભાઈ જોશી, હિતેન્દ્રભાઇ પરમાર, રાકેશભાઈ મદલાણી, અરજનભાઈ ખિસ્તરીયા, ભરતભાઈ રાજાણી અને અન્ય મહાનુભાવો ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમ માં સંસ્થા ના સ્થાપક ચેરમેન કિરીટભાઈ રાજપરા નો 60 મો જન્મદિવસની ઉજવણી પણ મહાનુભાવો ની પ્રેરક ઉપસ્થિતિ માં કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના ચેરમેન કિરીટભાઈ રાજપરા, પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ઠાકર, સેક્રેટરી સુનિલભાઈ શુક્લા, પાસ્ટ પ્રેસિડેન્ટ ગીરીશભાઈ વ્યાસ, વાઇસ પ્રેસિડેન્ટ વિનોદભાઈ વડેરા, જોઈન્ટ સેક્રેટરી રમેશભાઈ વાંદરીયા, જોઈન્ટ ટ્રેઝરર પંકજભાઈ મોનાણી, કારોબારી સભ્યો કમલેશભાઈ કોટેચા, વિજયભાઈ ભટ્ટ, મિતેશભાઈ કોટેચા, અનિરુદ્ધ ગઢવી, મિલન ગઢવી તેમજ જાહિદ નાગોરી એ જહેમત ઉઠાવી હતી.
ઉપસ્થિત મહાનુભાવો અને શ્રોતાઓએ આ સુરીલા કાર્યક્રમ ને મોડી રાત્રિ સુધી માણ્યો હતો અને આયોજકો ને બિરદાવ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!