પોરબંદર રેડક્રોસ દ્વારા 250 પરિવારોને રાશન કીટ અપાઈ

◆◆◆◆◆◆◆◆◆
તહેવાર સમયે ગરીબ પરિવારોને વ્હારે પોરબંદર રેડક્રોસ
◆◆◆◆◆◆◆◆◆
રેડક્રોસ દ્વારા દાતાઓના સહયોગથી 1.40 લાખનું અન્ન દાન કરાયું
◆◆◆◆◆◆◆◆◆
વિશ્વ કક્ષાએ માનવતાની સૌથી મોટી સંસ્થા રેડક્રોસની પોરબંદર શાખા દ્વારા યુવાન ચેરમેન લાખણશી ગોરાણીયાના માર્ગદર્શન નીચે અનેક પ્રકારની માનવ સેવા પ્રવૃત્તિઓ સતત ધમધમે છે. જેના ભાગરૂપે પોરબંદર રેડક્રોસ દ્વારા દાતાઓના આર્થિક સહયોગથી 250 જેટલા ગરીબ પરિવારોને રાશન કીટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સ્વાતંત્ર્ય પર્વ જેવો રાષ્ટ્રીય તહેવાર અને રક્ષાબંધન તથા જન્માષ્ટમી જેવા મહત્વના ધાર્મિક તહેવારો નજીક આવી રહ્યા છે ઉપરાંત હાલમાં અધિક માસ પણ ચાલી રહ્યો છે ત્યારે પોરબંદર રેડક્રોસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા 250 જેટલા પરિવારોને રાશનકીટ આપવામાં આવી હતી.
■ 1.40 લાખનું અન્ન દાન કરાયું :
દાતાઓના આર્થિક સહયોગથી પોરબંદર રેડક્રોસ દ્વારા 1.40 લાખના ખર્ચે 250 જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઘઉંનો લોટ, વેસણ, ખાંડ, ઘી, તેલ, મગ, ગોળ, બિસ્કીટ વગેરે ખાદ્ય પદાર્થોની રાશન કીટ બનાવી વિતરણ કરવામાં આવી હતી.
આ કીટ વિતરણ સમારોહમાં પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયા, ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ, રેડક્રોસ સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા, ઉપપ્રમુખ અરવિંદભાઈ રાજ્યગુરુ, વાઇસ ચેરમેન શાંતિબેન ઓડેદરા, ખજાનચી ચંદ્રેશભાઈ કિશોર, પીઆરઓ જગદીશભાઈ થાનકી, જુનિયર રેડક્રોસના કન્વીનર ધવલભાઈ ખૂંટી, ડો. સી.જી.જોશી, ડો. અનિલભાઈ દેવાણી, મોચી સમાજના પ્રમુખ મહેશભાઈ ઝાલા તથા દાતા પરિવાર વતી સરોજબેન તુલસીભાઈ મોઢા અને રેડક્રોસના સભ્યો તથા લાભાર્થી પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપકભાઇ વાઢીયાએ કર્યું હતું.
