પોરબંદર-છાયા પાલિકા બિલ્ડીંગ માં ફાયર સેફટીની સુવિધા ક્યારે ?
બિલ્ડીંગ માં કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે તો જવાબદાર કોણ ? યુથ કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસર ને રજૂઆત

પોરબંદર-છાયા પાલિકા બિલ્ડીંગ માં ફાયર સેફટીની સુવિધા ક્યારે અપાશે તેવા સવાલ સાથે યુથ કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસર ને રજૂઆત કરવામાં આવી છે.
યુથ કોંગ્રેસ ના પોરબંદર જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈ પરમારે કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે,પોરબંદર-છાયા નગરપાલિકા બિલ્ડીંગ બની ત્યાર થી આજ સુધી અહીં ફાયર સેફટીની વ્યવસ્થા કરવામાં આવી નથી તો સોંથી પેહલા નોટિસ આપવાની થાય તો નગરપાલિકાને આપવાની થાય છે સીલ લગાડવાનું થાયતો નગરપાલિકાના ગેટ સીલ મારવું જોઈએ ગઈ કાલે ૨ બિલ્ડીંગ માં સીલ લાગવામા આવ્યા અને ૧૦૦ જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી ફાયર સેફ્ટી હોવી જરૂરી છે પણ આમ જનતા માટે અને નગરપાલિકા માટે નિયમો અલગ કેમ જે નગરપાલિકા નું નવું બિલ્ડીંગ થોડા સમય પહેલાંજ લોકાપર્ણ કરવામાં આવ્યું છે ત્યાં પણ ફાયર સેફ્ટીના નથી લગાડવામાં આવી આ બિલ્ડીંગ માં પોરબંદરવાસીઓ વેરોભરવા, જન્મના દાખલ કઢાવવા સહીત વિવિધ રજૂઆતો અને અન્ય કામો માટે હજારો ની સંખ્યામાં આવે છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે તો જવાબદારી કોની ? શા માટે ફાયર સેફટીના સાધનો હજુ સુધી મુકવામાં આવ્યા નથી? શહેર ની બિલ્ડીંગો માં ફાયર સેફટી અંગે ની નોટિસો પાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે પરંતુ ખુદ પાલિકા ની બિલ્ડીંગ માં જ આ સાધનો નથી જે આશ્ચર્યજનક બાબત છે. આ બાબતે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા યુથ કોંગ્રેસે માંગ કરી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!