પોરબંદરમાં સેવાભાવી સંસ્થા સ્વસ્તિક ગ્રુપનું સ્નેહમિલન યોજાયુ
પોરબંદરમાં તારીખ 8. 1. 2023 ના રોજ શારદા નંદલાલ હોલ ખાતે સેવાભાવી સંસ્થા સ્વસ્તિક ગ્રુપનું સ્નેહમેલન 2022/23 યોજાયો હતું જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના સદસ્યો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમની શરૂઆતમાં પોરબંદરમાં વર્ષોથી 35 જેટલી સેવાકીય પ્રવૃતિઓ ચલાવતા સ્વસ્તિક ગ્રુપના સ્થાપક પ્રમુખ વિનેશભાઈ ગોસ્વામી દ્વારા આ ગ્રુપનું સફળ સંચાલન થઈ રહ્યું છે તેઓએ ગ્રુપની કામગીરી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ગ્રુપના તમામ સભ્યો દ્વારા સ્વભંડોળ વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં પંચરત્ન સેવા જેમાં ગાયોને ઘાસ કીડીઓ માટે કીડિયારુ સમુદ્રજીવો માટે લોટ અર્પણ તથા કુતરા ને દૂધ અને પક્ષીઓને ચણ આપવાની સેવા નો સમાવેશ થાય છે આ ઉપરાંત રાષ્ટ્રીય ધાર્મિક સાંસ્કૃતિક શૈક્ષણિક બ્લડ ડોનેશન કેમ્પ જીવ માત્રને ભોજન શાસન કીટ વસ્ત્રદાન પશુ પક્ષીઓને આહાર દિવ્યાંગોને સહાય ગરીબ દર્દીઓને દવા સહાય જેવી ૩૫ પ્રકારની સેવાઓ જરૂરિયાત મંદ લોકો સુધી સ્વસ્તિક ગ્રુપ પહોંચાડી રહ્યું છે
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા તબીબ ડોક્ટર સુરેશ ગાંધી તથા સુપ્રસિદ્ધ કથાકાર મધુર કિશોરદાસજી વૃંદાવન તથા સાથી આચાર્ય અને શિક્ષણ ક્ષેત્રે જાતના ધરાવતા પોરબંદરના વાસુદેવ ભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા કથાકાર મધુર કિશોરદાસજીએ જણાવ્યું હતું કે વર્ષોથી ચાલતી આવતી ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા જેમાં દાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે અને તે કાર્ય સ્વસ્તિક ગ્રુપ દ્વારા વર્તમાનમાં પણ ચલાવવામાં આવી રહ્યું છે તે જાણી ખુશી વ્યક્ત કરી હતી અને ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકના પ્રતીકનું મહત્વ સમજાવ્યું હતું કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો સ્વસ્તિક પ્રથમ પ્રતિક તરીકે માનવામાં આવે છે અને શુભ કાર્યની શરૂઆત સ્વસ્તિક દ્વારા જ થાય છે જે પુરાણોમાં પણ ઉલ્લેખાયેલ છે જ્યારે જાણીતા તબીબ સુરેશ ગાંધી સાહેબ તથા શિક્ષણ જગતના વાસુદેવ વોરા એ સ્વસ્તિક ગ્રુપની સેવાઓથી ખુશી વ્યક્ત કરી હતી તો કાર્યક્રમમાં કોઈ કારણોસર ન ઉપસ્થિત રહેલ પોરબંદર શહેરના ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી તથા ખારવા સમાજના વણોટ પવનભાઈ શિયાળે પણ સ્વસ્તિક ગ્રુપને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો
સ્વસ્તિક ગ્રુપના વિવિધ સેવાઓ ની ૩૫ સદસ્યો ને પ્રોજેક્ટ ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી કાર્યક્રમમાં પ્રસિદ્ધ શીગર કમલેશભાઈ જોશી અને પ્રજ્ઞાબેન લુકાએ સુમધુર ગીત રેલાવી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા વિવિધ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિ ધરાવતા મહાનુભાવોનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમને સફળ બનાવવા સ્વસ્તિક ગ્રુપના સંસ્થાપક વિનેશભાઈ ગોસ્વામી અને સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી