દેશી બનાવટી શંકાસ્પદ ઘી નો જથ્થો પકડી પાડતી પોરબંદર પોલીસ
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સાહેબની સુચના મુજબ તથા પોરબંદર શહેરના ડી.વાય.એસ.પી. નિલમ ગોસ્વામી સાહેબ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.ડી.સાળુંકે સાહેબના માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લામાં દેશી બનાવટી પીનો જથ્થો પકડી પાડવા સુચના કરેલ હોય જેના અનુસંધાને કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પો.સબ.ઇન્સ. કે.એન.ઠાકરીયા સાહેબ તથા વી.ડી.વાધેલા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા આ દરમ્યાન પો.સબ.ઇન્સ. વી.ડી.વાધેલા તથા પો.કોન્સ અક્ષયભાઇ તથા દેવેન્દ્રસીંહને સયુંકત બાતમીરાહે હકીકત મળેલ કે, પોરબંદર ખાખચોક પારસ ડેરી સામે ભગવાન સાયકલવાળી ગલી “શ્રીજી કુપા ડેરી” સંચાલક કિરીટ ગોપાલદાસ દેવાણી પોતાની ડેરીમાં દેશી બનાવટી શંકાસ્પદ ધી નો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે તે જગ્યાએ રેઇડ કરતા સદરહુ “શ્રીજી ક્રુપા ડેરી” માંથી ફૂલ ૩૨૫ કિલો શંકાસ્પદ ધી જથ્થો મળી આવેલ હોય જેનુ ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સપેકટર એ સેમ્પલ લઇ ૩૨૫ કિલો શંકાસ્પદ ધી ની આસરે કિ.રૂ.૩૨,૫૦૦/- ગણી મુદામાલ કબ્જે કરી ડેરી સંચાલક સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
ડેરી સંચાલક :-
(૧)કિરીટ ગોપાલદાસ દેવાણી ઉવ.૬૨ રહે.ખાખચોક પારસ ડેરી સામે ભગવાન સાયકલ સ્ટોરવાળીગલી પોરબંદર
“કામગીરી કરનાર અધિકારી / કર્મચારી.
- કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર એસ.ડી.સાળુંકે તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. કે.એન.ઠાકરીયા તથા વી.ડી.વાધેલા તથા એ.એસ.આઇ આર.પી.જાદવ તથા વી.એસ.આગઠ તથા પો.હેડ કોન્સ બી.કે.ગોહીલ તથા પો.કોન્સ વિજયભાઇ,ક્નકસીંહ,અક્ષયભાઇ,દેવેન્દ્રસીંહ,લખુભાઇ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.