ભલભલાને રનિંગમાં હફાવતા પોરબંદરના પ્રેમજી (બોસ) રાજ્ય કક્ષાએ ચેમ્પિયન
800 તથા 1500 મીટર રાજ્યકક્ષાની દોડની સ્પર્ધામાં પોરબંદરના પ્રેમજીભાઇ પોસ્તરિયા (બોસ)એ ડંકો વગાડ્યો
63 વર્ષની ઉંમરે સવારે 7 વાગ્યે અને સાંજે 7 વાગ્યે નિયમિત રનિંગ કરે છે આ સાથે યુવાનો માટે પ્રેરણારુપ બન્યા છે
આર્મી,અગ્નિવીર, પોલીસ સહિતની પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને પ્રેમજીભાઇ નિયમિત આપે છે નિ:શૂલ્ક તાલીમ
ગુજરાતના નડિયાદ ખાતે સિનિયર સિટીઝનની એથલેટિક્સની વિવિધ રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા પોરબંદરના 63 વર્ષીય પ્રેમજીભાઇ પોસ્તરિયા(બોસ) રાજ્યકક્ષાની 1500 અને 800 મીટરની દોડમાં ચેમ્પિયન બની પોરબંદર જીલ્લાનુ ગૌરવ સમગ્ર રાજ્યમાં રોશન કયુ છે.
આજના આધુનિક યુગો યુવાનો વધુ પડતો સમય મોબાઇલની ગેમ્સ અને રીલ્સ પાછળ બરબાદ કરે છે. અને શરીરને જરુરી કરસત કે યોગાસન કરતા નથી જેના કારણે યુવાનોમાં અશક્તિ અને આળસ જોવા મળે છે. ત્યારે પોરબંદરના પનોતાપુત્ર સિનિયર પ્રેમજીભાઇ પોસ્તરિયા (બોસ) જેઓ માછીમારીના વ્યવસાય સાથે જોડયેલ છે. તેઓ નિયમિત પણ સવાર અને સાંજ બે ટાઇમ રનીંગ કરે છે. 63,વર્ષની ઉંમર યુવાનો અફવતા પ્રમેજીભાઇ (બોસ)એ રાજ્ય કક્ષાની સિનિયર સિટીઝનની 1500 અને 800મીટરની રનિંગની ઇવેન્ટમા ભાગ લીધો હતો. ન માત્ર ભાગ પરંતુ રાજ્યકક્ષાની દોડની ચેમ્પિયન બન્યા હતા. રાજ્યકક્ષાની દોડની રમત ગુજરાતના નડીયાદ ખાતે યોજાઇ હતી જેમા પોરબંદર જીલ્લાનુ પ્રતિનિત્વ પ્રેમજીભાઇ પોસ્તરિયા દ્વારા કરવામાં આવ્યુ હતુ નડીયાદ ખાતે 1500મીટરની ઇવેન્ટમાં 6:13 અને 800 મીટરમાં 2:54 ટાઇમ સાથે ચેમ્પિયન બનતા પોરબંદર ગૌરવ વધ્યુ છે.
63વર્ષની ઉંમરે યુવાનોને હફાવતા પ્રેમજી બોસ
પોરબંદરના પ્રેમજીભાઇ પોસ્તરિયા (બોસ) જેઓની સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, તેઓ આમતો માછીમારના વ્યવસાય જોડાયેલા છે. પરંતુ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી એથ્લિટીક્સની વિવિધ રમતો સાથે જોડાયેલા છે. બહારનો ફાસ્ટફુડ ખોરાકની બદલે ઘરનો ખોરાક આરોગે છે. જેથી આજે પણ ફીટ છે. નોંધનીય છે. 63 વર્ષની ઉંમર નિયમિત સવારે 7 વાગ્યે અને સાંજે 7 વાગ્યે રનીંગ કરવુ એ સહેલુ નથી છતાં તેઓ પોરબંદરની ચોપાટી ભાવસિંહજી વ્યાયામ શાળાએ કરસત અને રનિંગ કરવા આવે છે. આ સાથે નિયમિત સ્વીમીંગ પણ કરે છે.યુવાનો માટે પ્રરેણા સ્ત્રોત બની રહ્યાં છે. અને રનિગ આજના યુવાનોને અફાવી રહ્યાં છે.
આર્મી,અગ્નિવીર, વનરસંક્ષક અને પોલીસ તૈયારી કરતા યુવાનોને નિ:શૂલ્ક તાલીમ
ભારત દેશની રક્ષા માટે આજે અનેક યુવાનો પોતાના જીલ્લા વિસ્તારમાં તાલીમ મેળવતા હોય છે પરંતુ યોગ્ય માર્ગદર્શન અભાવે નિરાશા અનુભવે છે. ગાંધી અને સુદામાની ભૂમીના યુવાનો આજે દેશની રક્ષામાં જોડાયેલ છે. તેઓને યોગ્ય માર્ગદર્શન જરુરી છે. ત્યારે પોરબંદરના સિનિયર 63વર્ષીય પ્રેમજીભાઇ (બોસ) દ્વારા પોરબંદર ચોપાટી ભાવસિંહજી વ્યાવ્યામ શાળા ખાતે નિયમિત પણ યુવાનો તાલીમ આપે છે. જેમા આર્મી,અગ્નિવીર, વનરસંક્ષક અને પોલીસ વગેરે જેવી પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને નિ:શુલ્ક તાલીમ આપે છે. પ્રેમજીભાઇ (બોસ)ના હાથ નીચે તૈયાર થઇ અનેક યુવાને આજે આર્મી અને પોલીસ, અગ્નિવીરમા પોરબંદરના યુવાનો ફરજ બજાવે છે.