સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં પોરબંદર જિલ્લા ના ઉમેદવારો નું ચિત્ર સ્પષ્ટ
પોરબંદર પાલિકામાં 13 વોર્ડમાં કુલ 52 બેઠક પર 155 ફોર્મ ભરાયાં હતાં. જેમાં 13 ફોર્મ અમાન્ય અને 01 ફોર્મ પરત ખેંચાયું હતું. આમ હવે ભાજપ 52, કોંગ્રેસને 52, 11 BSP, 5 અપક્ષ અને 21 AAPના ઉમેદવાર મળી કુલ 141 હરીફ ઉમેદવારો છે
પોરબંદર તાલુકા પંચાયતમાં 22 બેઠક પર ભાજપ-કોંગ્રેસના 22-22 અને બે BSP તથા 05 AAP અને 03 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 01 ફોર્મ અમાન્ય અને 01 ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું. કુલ 54 ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. કુતિયાણા તાલુકા પંચાયતમાં 16 બેઠક પર 42 ફોર્મ ભરાયાં હતાં જેમાં 08 અને 01 ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું. આમ 16 ભાજપ અને 16 કોંગ્રેસ તથા 01 અપક્ષ મળી કુલ ૩૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. રાણાવાવ તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપર કુલ 45 ફોર્મ ભરાયાં હતાં જેમાં 02 અમાન્ય અને 02 પરત ખેંચાતા 16 કોંગ્રેસ અને 16 ભાજપ 02 BSPએ AAP અને 06 અપક્ષ એમ 41 હરીફ ઉમેદવારો છે.
પોરબંદર જિલ્લા પંચાયતમાં 18 બેઠક પર 42 ફોર્મ ભરાયાં હતાં. જેમાં ભાજપના 18, કોંગ્રેસના 18 તથા BSPના ત્રણ અને AAPના એક ઉમેદવાર દ્વારા ફોર્મ ભરાયાં હતા. જેમાં એક સામાન્ય અને એક ફોર્મ પરત કરાયું હતું. જિલ્લા પંચાયતમાં કુલ 40 હરીફ ઉમેદવારો છે