મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે દ્વિતીય શ્રદ્ધાંજલિ ફોટોગ્રાફી પ્રદર્શનનું ઉદઘાટન
પોરબંદર નગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી
ખાતે *દ્વિતીય શ્રદ્ધાંજલિ ફોટોગ્રાફી પ્રદર્શન* નું ઉદઘાટન થયું. પોરબંદર તથા ગુજરાતના દિગ્ગજ ફોટોગ્રાફર સ્વર્ગસ્થ નરેન્દ્ર મોઢાની દ્વિતીય પુણ્યતિથિ અન્વયે પોરબંદરના ત્રણ ફોટોગ્રાફર્સ
મહેન્દ્ર મોદી,રાજેશ કોટિયાવાલા તથા ભાવિક જોશીના
કુલ 45 જેટલાં ફોટોગ્રાફ્સનું ઉદ્ઘાટન પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું
આ પ્રસંગે પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, ફોટોગ્રાફર્સ તથા વિડિયોગ્રાફર્સ એસોસિએશન ના પ્રમુખ યોગેશભાઈ જાનકી તથા ગાર્ડન કમિટીના ચેરમેન ધવલભાઈ જોશી તથા પોરબદર છાયા નગરપાલિકાના સદસ્યઓ અને પોરબંદરના કલા રસિક નગરજનોએ આ ફોટોગ્રાફી પ્રદર્શન માળ્યું
પોરબંદર ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા આ પ્રદર્શનનું આયોજન થયેલ
ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, પોરબંદરના પ્રમુખ બલરાજ પાડલીયા,મંત્રી શૈલેષ પરમાર, આર્ટિસ્ટ કમલભાઈ ગોસ્વામી, કરસનભાઈ ઓડેદરા,દિનેશભાઈ પોરિયા,સમીર ઓડેદરા,ધારા જોશી ઉપસ્થિત રહીને કાર્યક્ર્મને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.