ગોરાણાના યુવાને ગોવા ખાતે આયર્નમેન ટ્રાયથલોન પૂર્ણ કરી
વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે પુંજા ગોરાણીયા થયો ક્વોલિફાય
◆◆◆◆◆◆◆◆◆
1900 મિટર સ્વીમીંગ, 90 કિમી સાયકલિંગ અને 21 કિમી રનિંગ પૂર્ણ કર્યું
ગોવા ખાતે યોજાયેલ હાફ આયર્નમેન ટ્રાયથલોનમાં પોરબંદર નજીકના ગોરાણા ગામના યુવાન પુંજાભાઈ ગોરાણીયાએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ 1900 મીટર સ્વીમીંગ, 90 કિમી સાયકલિંગ અને 21 કિમી રનિંગ આ ત્રણેય રેશ 5 કલાક 33 મિનિટ અને 21 સેકન્ડમાં પૂર્ણ કરી સમગ્ર પોરબંદર વિસ્તારનું ગૌરવ વધાર્યું તે બદલ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ અને જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ અભિનંદન આપી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ઠ પરિણામ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પુંજાને આ સ્પર્ધા માટે મનન હોસ્પિટલના ડો. નીતિન લાલ દ્વારા સ્પોન્સરશિપ પુરી પાડવામાં આવી હતી.
■ પુંજો ખરા અર્થમાં આર્યન મેન :
ગોવા ખાતે હાફ આયર્નમેન ટ્રાયથલોનમાં પુંજાભાઈ ગોરાણીયાએ જેવી સ્વિમિંગની શરૂઆત કરી તે દરમિયાન જેલીફિશ નામની માછલીએ પગમાં જોરદાર ડંખ માર્યો છતાં પુંજાએ હિંમત હાર્યા વગર પોતાના દ્રઢ મનોબળ સાથે રેશ ચાલુ રાખી અને અંતે ખૂબ જ ગૌરવભેર સ્પર્ધા પૂર્ણ કરી લાખણશી ગોરાણીયાના ભાઈ એક સામાન્ય ખેડૂત પરિવારનો આ યુવાન આયર્નમેન વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય થતા સમગ્ર પોરબંદર વિસ્તારમાં ગૌરવની લાગણી પ્રસરી ગઇ છે.