સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાત દ્વારા અમરેલીમા સન્માન સમારોહ યોજાયો
સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાત દ્વારા તેજસ્વી વિધાર્થીઓ અને નવનિયુકત સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ અમરેલીમાં સંપન્ન
*-(૬) નવનિયુક્ત કર્મચારીઓ,સહીત કુલ (૨૭૩) વિદ્યાર્થીઓ તથા યુવક યુવતીઓને શિલ્ડ,મોમેન્ટો,સર્ટીફીકેટ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.*
*-ગુજરાતભરમાંથી મુસ્લિમ સિપાઈ સમાજના પ્રમુખો આગેવાનો સહીત લોકો મોટી સંખ્યામાં હાજર રહયા.*
અમરેલીમાં સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાત દ્વારા ગુજરાતસ્તરનો સિપાઈ સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓ તથા સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવા-યુવતિઓનો પાંચમો સન્માન સમારોહ,અમરેલી ખાતે મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે યોજાયો હતો. આ ઐતિહાસિક સન્માન સમારોહમાં ગુજરાતમાં વસતા મુસ્લિમ સિપાઈ સમાજનાં ધો.૮થી ગ્રેજયુએટ,પોસ્ટ ગ્રેજયુએટ,માસ્ટર ડીગ્રી,ડિપ્લોમા, ડોકટર,એન્જીનીયર,વકીલ બનેલ તેજસ્વી (૨૬૦) વિદ્યાર્થીઓ, ઓક્ટોબર ૨૦૨૨ પછી સરકારી કે અર્ધ સરકારી નોકરીમાં લાગેલા (૬) નવનિયુક્ત કર્મચારીઓ, (૧) દિવ્યાંગ વિદ્યાર્થી અને વર્ષ-૨૦૨૧-૨૨માં રમત-ગમત અથવા સાંસ્કૃતિક સ્પર્ધામાં જીલ્લા સ્તરે,રાજય સ્તરે અથવા રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ત્રણ નંબરમ મેળવનારા ૬ ખેલાડીઓ આમ કુલ (૨૭૩) વિદ્યાર્થીઓ તથા યુવક યુવતીઓને શિલ્ડ, મોમેન્ટો, સર્ટીફીકેટ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સિપાઈ સમાજનાં આ સન્માન સમારોહ કાર્યક્રમમાં અમરેલી ખાતે દૂર દૂરના ગામોથી આવતા મહેમાનો માટે સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્રારા તમામ મહેમાનો માટે રહેવા, જમવાની સાથે આરામ કરવાની વ્યવસ્થા બ્રહ્મ સમાજની વાડીમાં કરવામાં આવી હતી.આતકે સમાજના સન્માન સમારોહ મા ગામેગામથી આવતા વિધાર્થીઓ મહેમાનોને નાસતા જમવાર અને આરામ સહીત સમ્પુણ વ્યવસ્થા મેનેજમેન્ટ SST ના સભ્યો અને પોરબંદર સિપાઈ જમાત ના સભ્યો દ્રારા ખડેપગે રહી કરવામા આવી હતી…
કાર્યક્રમની શરૂઆત પરમપરા મુજબ રાણપુર,જુમ્આ મસ્જીદના પેશ ઈમામ હઝરત મોલાના જ્યાઉદ્દીનબાપુ સાહબ દ્વારા કુરઆનશરીફની તિલાવત થી શરુ કરવામા આવેલ હતુ.ત્યારબાદ લાઠીના રહીશ તૌફીકભાઈ મોગલ દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી આવેલા મોંઘેરા મહેમાનો, દાતાઓ, સમાજના ભિન્ન ભિન્ન ક્ષેત્રના આગેવાનો, નવનિયુક્ત સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના અલગ-અલગ ગામોના સિપાઈ જમાતના પ્રમુખો,આગેવાનો અને ટ્રસ્ટને ટકાવી રાખવા આર્થિક મદદ કરતાં સખી દાતાઓનો ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ તકે *સિપાઈ સમાજ ટ્રસ્ટના ખજાનચી અને કુતિયાણાની સરકારી હાઈસ્કુલના સાયન્સ ટીચર ફકરૂદીનભાઈ કુરેશી* એ મોટીવેશનલ સ્પીચ આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ પોતાની કાબેલીયત મુજબ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું જોઈએ.અને શિક્ષણની અનિવાર્યતા શું છે એ જણાવ્યું હતું. *મોરબી ચરાડવાના વતની હાલમાં જ એસઆરપીમાં હથિયારધારી લોકરક્ષક તરીકે નવ નિયુક્ત નિમણુંક પામેલા અમનભાઈ કુરેશી* એ વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવા શું પ્રયત્નો કરવા જોઈએ તેની માહિતી આપતા પોતાનું લક્ષ્ય નક્કી કરવાનું જણાવ્યું હતું. *સિપાઈ સમાજ ટ્રસ્ટનાં ઉપપ્રમુખ ચોટીલાના રહિશ મોહસીનખાન પઠાણ* એ સિપાઈ સમાજ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓથી સમાજના લોકોને માહિતગાર કર્યા હતાં. *સિપાઈ સમાજ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ રાજકોટના રહીશ મુસર્રફભાઈ મોગલ* એ ટ્રસ્ટ દ્રારા ચાલતી સ્કોલરશીપની વિસ્તૃત માહિતી આપી હતી…પ્રસંગને અનુરૂપ *અમરેલીના સમાજ સેવક દિલશાદભાઈ શેખ* દ્રારા મુસ્લિમ સમાજનાં ભૂતકાળને યાદ કરી મુસ્લિમ સમાજની જુની યુનિવર્સિટીઓ વિશે માહિતી આપી હતી અને શિક્ષણનું શા માટે આપણા માટે મહત્વનું છે તે સમજાવ્યું હતું ત્યારબાદ ઓક્ટોબર ૨૦૨૨ થી અત્યાર સુધી સરકારી નોકરી પ્રાપ્ત યુવક-યુવતીઓ, વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને સિપાઈ સમાજ ટ્રસ્ટના ડોનરો તથા સિપાઈ સમાજનાં આગેવાનોના હસ્તે શિલ્ડ,સર્ટિફીકેટ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમયે ઘોરણ ૮ થી ૧૦, ૧૧-૧૨ સાયન્સ, કોમર્સ, આર્ટસના વિદ્યાર્થીઓને સિપાઈ સમાજ ટ્રસ્ટનાં કારોબારી સભ્યો અને સિપાઈ સમાજના કાર્યકરોએ શિલ્ડ, સર્ટીફીકેટ અને ભેટ આપી સન્માનીત કર્યા હતા.
આ સન્માન સમારોહમાં આવેલ તમામ મહેમાનો,વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની આભારવિધિ સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતનાં ઉપપ્રમુખ અને ભાવનગરનાં રહીશ યુસુફખાન પઠાણ દ્રારા કરવામાં આવી હતી. આ તકે તેમણે સન્માન સમારોહના આ આયોજનમાં તન,મન અને ધનથી મદદરૂપ થનાર તમામ લોકોનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમનું સંચાલન અઝીઝભાઈ ચૌહાણ (સિહોર),ફકરૂદ્દીનભાઈ કુરેશી(કુતિયાણા),તસ્લીમખાન સોલંકી(ગોંડલ) અને આસિફભાઈ સિપાઈ (રાજકોટ) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સિપાઈ સમાજ ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી…
આતકે ખાસ અમરેલી ઇલ્લાહી તવક્કલ સિપાઈ જમાતનો તથા અમરેલીમાં કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરનાર સહીત તમામ લોકોનો અને SST અમરેલીના અબ્દુલભાઇ કુરૈશી,તન્જીલભાઇ ચૌહાણ,નઈમભાઇ કુરેશી,અકરમભાઇ કાઝી, સોહીલભાઇ કુરેશી અરમાનભાઈ મકવાણા સહીતનુ સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્રારા ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…*તેવી યાદી સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતનાં પ્રમુખ ડો.અવેશ એ. ચૌહાણ અને સહમંત્રી ઈસ્માઈલખાન શેરવાની દ્રારા પાઠવામા આવેલ છે….*
*લી.સિપાઇ સમાજ ટ્રસ્ટ-ગુજરાત*