મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઘોલ’ નામની માછલીને સ્ટેટ ફિશ તરીકે કરી જાહ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઘોલ’ નામની માછલીને સ્ટેટ ફિશ તરીકે કરી જાહેર કરી છે. અમદાવાદ સાયન્સ સિટી ખાતે ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ નિમિત્તે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો પ્રારંભ કરાવતાં મુખ્યંમત્રીએ જણાવ્યું હતું કે, સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં બ્લ્યુ ઈકોનોમી ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કેન્દ્ર અને સરકાર દ્વારા માછીમારો માટે શરુ કરવામાં આવેલ કલ્યાણકારી યોજનાઓ અને રાજ્યની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બે દિવસીય કોન્ફરન્સમાં દેશ વિદેશમાંથી મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા 5000 થી વધુ સહભાગીઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં મહાનુભવોના હસ્તે “સ્ટેટ ફિશ” બુક લોન્ચિંગ સાથે સાથે પીએમ ગતિશક્તિ સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું ઇન્લેન્ડ રિઝર્વોયર લીઝ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું.
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘ઘોલ’ નામની માછલીને સ્ટેટ ફિશ તરીકે કરી જાહેર
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે બે દિવસીય કોન્ફરન્સનો શુભારંભ
- અમદાવાદ ખાતે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો પ્રારંભ
- કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત
- પીએમ ગતિશક્તિ સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું ઇન્લેન્ડ રિઝર્વોયર લીઝ પોર્ટલ લોન્ચ
- સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર: મુખ્યમંત્રીશ્રી
- ગુજરાતમાં બ્લ્યુ ઈકોનોમી ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે: મુખ્યમંત્રી
- માછીમારોને મળતી તમામ સુવિધાઓ ઓનલાઇન : મુખ્યમંત્રી
- માછીમારોને મળતા તમામ આર્થિક લાભ સીધા બેન્ક ખાતામાં : મુખ્યમંત્રી
- બે દિવસીય કોન્ફરન્સમાં રાઉન્ડ ટેબલ મીટ, ટેકનિકલ સેશન્સ યોજાશે
- મુલાકાતીઓ માટે એક્ઝીબિશન સ્ટોલ્સ અને ફૂડ મેળા સહિતના આકર્ષણો
- મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા 5000થી વધુ સહભાગીઓ જોડાશે