Watch “આવતીકાલે તા.૩૦ માર્ચથી માધવપુર ઘેડનાં મેળાનો પ્રારંભ माधवपुर मेला 2023 का कलसे प्रारंभ” on YouTube
એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર
આવતીકાલે તા.૩૦ માર્ચથી માધવપુર ઘેડનાં મેળાનો પ્રારંભ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ સહિત મંત્રી ઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંજે ૬ કલાકેથી ચાર દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ થશે
ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે
નોર્થ ઈસ્ટ સહિત ગુજરાતના ખેલાડીઓ દરિયાઈ રમતોમાં જોડાશે
પોરબંદર તા,૨૯. મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીયપ્રધાન કિરણ રિજજુ સહિત પ્રધાનો તથા મહાનુભાવો તા.૩૦ માર્ચના રોજ સાંજે ૬ કલાકે રામનવમીના પાવન પર્વ પર માધવપુર ઘેડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદઘાટન કરશે.
શ્રીકૃષ્ણ-રુકમણીજી વિવાહ પ્રસંગે દર વર્ષે રામનવમીથી પાંચ દિવસીય લોકમેળાનું આયોજન થાય છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર યોજાતો રાષ્ટ્રીય કક્ષાનો આ મેળો બે પ્રદેશોની સંસ્કૃતિને જોડે છે.
આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કાયદા પ્રધાન કીરણ રીજ્જુ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસ્કૃતિક વિભાગના મંત્રી મુળુભાઇ બેરા, નાણાં,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા, તથા મેધાલયના ટુરીઝમ, આર્ટ અને કલ્ચર વિભાગના મંત્રી પોલ લિંગડોહ, ગુજરાત સરકારના રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર, સંસદ રમેશભાઈ ધડુક, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર, પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લ, જિલ્લા કલેકટર અશોક શર્મા, સહિત આમંત્રિત મહાનુભાવો, અગ્રણીઓ, ગામલોકો સહિત પ્રવાસીઓ માઘવપુર મેળામા સહભાગી બનશે.
આ મેળામાં આવતીકાલે ઉત્તર પૂર્વીય રાજ્યના કલાકારો તથા ગુજરાતના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. આ ઉપરાંત નોર્થ ઇસ્ટ સહિત ગુજરાતના ખેલાડીઓ દરિયાઈ રમતોમાં ભાગ લેશે. જેમાં ૧૦૦ મીટર દોડ, ફૂટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, જૂડો અને ટેકવેન્ડો રમત નો સમાવેશ થાય છે.