પોરબંદર માં મુસ્લિમ સમાજ ના 250 પરિવાર ને રમજાન મુબારક માં રાશન કિટ નો વિતરણ કરાયું
પોરબંદર માં મુસ્લિમ સમાજ ના 250 પરિવાર ને રમજાન મુબારક માં રાશન કિટ નો વિતરણ કરવામાં આવ્યું હતું
ઉમ્મતી એન્ડ ઉન્નતિ ટ્રસ્ટ દ્વારા વધુ એક સેવાકીય કાર્ય સંપન્ન
2100 રૂપિયાની રાશન કિટ માં 30 થી વધુ વસ્તુઓનો થયો સમાવેશ
હાલ માં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહીયો છે ત્યારે પોરબંદર શેહર માં વિવિધ પ્રકાર ની સેવાકીય પ્રવુતિ કરતી આપણી પોતાની સંસ્થા ઉમ્મતી એન્ડ ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર દ્વારા 250 મુસ્લિમ પરિવારો ને રમજાન મુબારક ની રાશન કિટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું જેમાં 30 થી વધુ જેટલી ચીઝ વસ્તુ ઓનો સમાવેશ કરવામાં આવેલ હતું
પોરબંદર માં છેલ્લા 5 વરસ થી આ સંસ્થા દ્વારા 250 પરિવાર ને રમજાન માસ માં રાશન કિટ વિતરણ કરવામાં આવે છે
આ વર્ષે એક પરિવાર ને 2100 રુપિયા ની 1 રાશન કિટ આપવામાં આવી હતી
ટ્રસ્ટ ના પ્રમુખ એજાજભાઈ લોધિયા એ જણાવેલ એવા પરિવાર સુધી આ કિટ પોંહચવામાં આવે છે જેવો કોઈ પાસે હાથ લાંબો કરી સકતા નથી મધ્યમ પરિસ્થિતી ધરાવે છે આ રાશન કિટ માં રાશન ની દરેક વસ્તુ તથા ઈફ્તાર અને સેહરી માટેની વિષેશ વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવે છે.
*અત્રે ઉલ્લેખનીય છે કે આપણી પોતાની સંસ્થા દ્વારા વર્ષભર સેવાકીય પ્રવુતિ જેમકે *આંખોના મોતિયાના ઓપેરશન,* સમૂહ ખતનાં , રાહત દવાખાના, મેડિકલ કેમ્પ , હિઝામાં કેમ્પ , એજયુકેશન (વિધાર્થી ફી, ચોપડા, યુનિફોર્મ) વગેરેની સેવા ચાલુ હોય છે.
*છેલ્લા પાંચ વર્ષ થી *સુ-વ્યવસ્થિત સમૂહ લગ્ન નું આયોજન પણ કરવામાં આવે છે* તારીખ 7-5-2023 ના શાનદાર રીતે સુ-વ્યવસ્થિત સમૂહ લગ્ન નો છઠ્ઠી વખત આયોજન કરવામાં આવશે.