Watch “madhavpur mela 2023 marriage of shree krishna and rukamani” on YouTube

પોરબંદરથી વેરાવળ જતા કોસ્ટલહાઇવે ઉપર માધવપુર(ઘેડ) ૬૦ કિ.મી.ના અંતરે આવેલ છે. આ ધાર્મિક સ્થળ હિંદુઓ માટે આસ્થા અને શ્રધ્ધાનું સ્થાનક છે. ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિમાં પરંપરાથી અહીં ચૈત્ર મહિનામાં રામનવમીથી અગીયારસ સુધી એમ પાંચ દિવસ માધવપુરનો ધાર્મિક મેળો યોજવામાં આવે છે. આ મેળામાં ચૈત્રી બારસ ના રોજ પરંપરાગત રીતે ભગવાન શ્રીકૃષ્ણની જાન રંગેચંગે ગામના મુખ્યમાર્ગેથી રાસ અને ગરબાની રમઝટ સાથે ભાવિકજનોના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ચોરી માયરા ખાતે લઇ જવામાં આવી હતી. જયાં ભગવાન શ્રીકૃષ્ણનું રીતિરીવાજ અનુસાર સામૈયું કરી ચૌરી માયરા ખાતે રૂક્ષ્મણીજી સાથે વિવાહ ઉત્સવ વિધિવિધાન સાથે યોજાશે ગ્રામજનો ઉત્સાહભેર આ પ્રસંગમાં જોડાય છે આ પ્રસંગ પાંચ દિવસ સુધી ઉજવાય છે. જેમાં ચૈત્રી નવરાત્રીના નોમથી અગીયારસ સુધી શ્રીકૃષ્ણનું ગામમાં ફુલેકૂં કાઢવામાં આવે છે.જેને વર્ણઅંગી પણ કહે છે . જેમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે. ત્યારબાદ બારસને દિવસે સવારે પાસેના કડછ ગામના લોકો મામેરૂં લઇને ધજા પતાકા અને ઘોડેસ્વાર સાથે રંગે ચંગે માધવપુર ખાતે પધારે છે. જેને લોકો સન્માન સાથે પરંપરાગત રીતે આવકારે છે. જયારે સાંજે શ્રીકૃષ્ણની જાન માધવરાયના નીજ મંદરથી આખા ગામમાં રાસ ગરબા અને લગ્નગીતોની રમઝટ બોલાવતા ગ્રામજનો સાથે નીકળે છે. શ્રીકૃષ્ણના રૂક્ષ્મણીજીના હરણની પરંપરા અનુસાર ગામના ભાગોળથી શ્રીકૃષ્ણના રથને દોડાવવામાં આવે છે. જે દ્રશ્ય અલૌકિક અનુભુતિ કરાવે છે. ચૌરી માયરા ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું સામૈયું કર્યા બાદ ચૌરી માયરા ખાતે લગ્ન વિધી સંપન્ન થાય છે. બીજે દિવસે બપોરે શ્રીકૃષ્ણની જાન પરત માધવપુર નીજમંદિર ખાતે પધારે છે. આમ કૂલ પાંચ સુધી આ લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. આ પાંચે દિવસ સુધી માધવપુર ખાતે લોકમેળો ભરાય છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે માધવપુર ખાતે વિશેષરૂપે રાજય સરકાર દ્વારા માધવપુર ખાતે રાજયના ટુરીઝમ વિભાગના ઉપક્રમે પાંચ દિવસ સુધી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં પાંચેય દિવસ સુધી દેશના જુદજુંદા રાજયો અરૂણાચલ, મણીપુર, આસામ સહિત ના રાજયોના તથા સ્થાનિક કલાકારોએ તેઓની નૃત્ય, લોકનાટય તથા અન્ય કલાઓની રજૂઆત કરે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!