સરકારી શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષા ની RBI નાણાકીય સાક્ષરતા ક્વિઝ માં પ્રથમ
જિલ્લા સમગ્ર શિક્ષા અભિયાન કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી પોરબંદર કચેરીના માર્ગદર્શન હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા શાળાના બાળકો માટે નાણાકીય સાક્ષરતા ક્વિઝનુ આયોજન જિલ્લા કક્ષાએ બી આર સી ભવન – પોરબંદર ખાતે તારીખ 27/ 6/ 2023 ના રોજ કરવામાં આવેલ હતું. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ માધ્યમિક શાળાઓના વિજેતા વિદ્યાર્થીઓ ભાગ લીધેલ. આ ક્વિઝમા સરકારી હાઈસ્કૂલ રાણાવાવ ના વિદ્યાર્થીઓ વોરા મહેશ રમેશભાઈ અને દાવડા સુજલ ભરતભાઈ નો જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર અને 10000/- રૂપિયા પ્રાપ્ત કરેલ છે. શાળાના આચાર્ય (વર્ગ ૨) સંદીપ એચ સોની અને શાળાના શિક્ષક ચિંતન સર ના માર્ગદર્શન હેઠળ આ તૈયારી કરવામાં આવેલ. બંને વિદ્યાર્થીઓને આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ હાઈસ્કૂલના શિક્ષક પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવેલ છે. બંને વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષા એ આગામી સમય માં ભાગ લેવા જશે.