બર્ડાઈ બ્રાહ્મણ મહિલા વૃંદ દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કીટ વિતરણ

દિવાળી તો અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. અધર્મ અને અહંકારના પ્રતીક સમા રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં, પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવીને કર્યું. પ્રકાશના આ પર્વની ઉજવણી સમગ્ર દેશમાં આનંદઉલ્લાસ સાથે કરવામાં આવે છે. તહેવાર એક છે પરંતુ એની પરંપરા અનેક છે. ભારતના જુદા-જુદા રાજ્યોમાં દિવાળીના ઉત્સવની ઉજવણી પણ જુદી-જુદી રીતે કરવામાં આવે છે. ક્યાંક ફટાકડા ફોડીને તો ક્યાંક દાન આપી ને દિવાળીની ઉજવણી થાય છે. તેવી રીતે પોરબંદર ની સેવાભાવી સંસ્થા બર્ડાઈ બ્રાહ્મણ મહિલા વૃંદ દ્વારા ધનતેરસ ના પ્રવિત્ર દિવસે દાતાશ્રી નીતિનભાઈ દેવજીભાઈ થાનકી ના સહયોગ થી જરૂરિયાતમંદ પરિવારને કીટ વિતરણ રૂપાળી બાગ ખાતે કરેલ હતું આ કાર્યક્રમ નું સંચાલન હર્ષિદાબેન થાનકી, ગીતાબેન મોઢા અને સીમાબેન બાપોદરા એ કરેલ હતું અને દાતાશ્રી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!