યુ કે ની લોકલ કાઉન્સિલ ચૂંટણી માં પોરબંદર ના ત્રણ મહેરે ડંકો વગાડ્યો
હાલ યુકેમાં લોકલ કાઉન્સિલર ની ચૂંટણી ચાલી રહી હતી જેના પરિણામો આવતા સૌ ભારતીયો ખુશ થઈ ગયા હતા આ ચૂંટણીમાં પોરબંદરના મહેર સમાજના નાગાજણ આગઠ ,સંજય મોઢવાડિયા તથા ગીતાબેન કારાવદરા એ મેદાન માર્યું હતું.
પોરબંદર જિલ્લા ગોસા ગામ ના નાગજણ આગઠ યુકે માં સ્થાયી થયા છે જયારે મોઢવાડા ના સંજય મોઢવાડીયા મેયર ની ચૂંટણી માં થોડાક મતથી હાર્યા છે પરંતુ કાઉન્સિલર તરીકે રહેશે .જ્યારે કડછ ગામના ગીતાબેન કારાવદરા કુતિયાણા ના ધારાસભ્ય કાંધલ જાડેજા ના કાકા ના દીકરી થાય છે તમામ ને સોશિયલ મીડિયા પર શુભેચ્છા ઓ વરસી રહી છે તો પોરબંદર ના લોકો એ પણ ગૌરવ અનુભવી શુભેચ્છા ઓ પાઠવી હતી
Please follow and like us: