M.sc (IT & CA) માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી પોરબંદરના યુવાને મુસ્લિમ સમાજ નું ગૌરવ વધાર્યું
વી.જે. મોઢા કોલેજ માં “કોલેજ ફર્સ્ટ” રહેનાર વસીમ અફઝલ ખેરાણી ને સાંદિપની ખાતે યુનિવર્સીટી દ્વારા યોજાયેલ પદવીદાન સમારોહ માં મેડલ એનાયત કરાયો
વર્ષ 2021-22 માં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા લેવાયેલ પરીક્ષાઓ માં પોરબંદરના મુસ્લિમ યુવાને M.sc (IT & CA) માં 300 માંથી 298 ગુણ મેળવી ને વી.જે. મોઢા કોલેજમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી મુસ્લિમ સમાજ નું ગૌરવ વધારતા મુસ્લિમ અગ્રણીઓ એ યુવાન ને શુભેચ્છાઓ પાઠવી છે.
પોરબંદરની વી.જે. મોઢા કોલેજ માં M.sc (IT & CA) નો અભ્યાસ કરી ને ઝળહળતી સિદ્ધિ મેળવનાર વસીમ અફઝલ ખેરાણી ને પોરબંદર ખાતે નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા યોજાયેલ બીજા પદવીદાન સમારોહ માં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સંત રમેશભાઈ ઓઝા, મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સંસદ રમેશભાઈ ધડુક વગેરે ની ઉપસ્થિતિમાં મેડલ એનાયત કરી ને ડીગ્રી સર્ટી, કોટી, શાલ વગેરે અર્પણ કરવામાં આવી હતી. તેની આ સિદ્ધિ બદલ WMO ના સીટી ચેરમેન અને મદ્રેસા ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યા સહિત અગ્રણીઓ એ અભિનંદન આપી ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.