હજ–૨૦૨૩ માટે મુંબઈ અને અમદાવાદ થી જતા હાજીઓના ચાર્જમા મોટો તફાવત દુર કરવા માંગ
આપણા દેશમાંથી આ હજ –૨૦૨૩ માટે ગુજરાતમાંથી ૯૦૦૦ જેટલા હાજીઓ જવાના છે અને તે તમામ મોટેભાગે અમદાવાદ થી ૨વાના થશે. હજ-૨૦૨૩ ના પ્રથમ બે હપ્તા આ તમામ કાજીઓ એ ભરી દીધા છે. હવે ત્રીજો અને છેલ્લો હપ્તો ભરવાનો છે ત્યારે મુંબઈ થી હજ માટે જતા હાજીઓ અને અમદાવાદ થી જતા હાજીઓને ભરવાની થતી રકમ વચ્ચે ૬૮ હજાર જેવો મોટો તફાવત આવી રહયો છે અને આ તફાવત એર-ફેર ના કારણ આવી રહયા નું જાણવા મળે છે. મુંબઈ થી એર-ઈન્ડીયા અને સાઉદી એરલાઈન્સ ની સેવાઓ છે જયારે અમદવાદથી ગોફર્સ્ટ એરલાઈન્સ છે. આ ગો-ફર્સ્ટ ની એર લાઈન્સ દેશ ના ૧૦ જેટલા એરપોર્ટ થી સેવાઓ આપવાની છે તે તમામ એરપોર્ટથી રવાના થનાર હાજીઓને ભરવાની થતી રકમમાં ૫ થી ૯૫ હજાર સુધીનો મોટો તફાવત જોવા મળે છે. આ રીતે આ ૧૦ એરપોર્ટ થી હજ યાત્રા કરનાર લગભગ ૧ લાખ ૨૫ હજાર જેટલા હજયાત્રીઓ પાસે થી વધારાની ૮ હજાર કરોડ જેવી રકમ આ એરલાઈન્સ વસુલ કરી રહી છે જે હાજીઓ સાથે અન્યાય છે અને યોગ્ય નથી આ બાબતે પુરતી તપાસ કરી ને ન્યાય આપવા વડાપ્રધાન ને વિનંતી સાથે પોરબંદર ના મુસ્લિમ આગેવાનો એ કલેકટર મારફતે માંગણી કરી હતી
મુંબઈ થી ૨વાના થતા હાજીઓ પાસે રૂ।. ૩૦૪૮૪૩-૦૦ જયારે અમદાવાદ થી હજ ના હાજીઓ પાસે રૂા. ૩૭૨૮૨૪-૦૦ વસુલવામાં આવી રહયા છે. આમ ૬૮ હજાર જેવી મોટી રકમ માત્ર એરલાઈન્સ ની સેવાઓ માટે હોવાનું જણાવાય રહયુ છે. માટે આ મોટો તફાવત દુર કરાવી ગત વર્ષ જેટલા તફાવત સાથે યાત્રાનું આયોજન થાય અને આ ગેરવ્યાજ઼ રીતે ભરવાનો થતો ૮ હજાર જેટલો વધારો દુર કરવા અન્યથા પોરબંદરથી હજ કમિટિ મારફત હજ યાત્રામાટે જતા ૪૫ હાજીઓ સહીત ગુજરાતના ૯૦૦૦ હાજીઓને અમદાવાદ ને બદલે મુંબઈ થી મુંબઈ ની હજયાત્રા નું આયોજન કરી આપવામાં આવે તેવો પ્રબંધ કરવા અને હજ કમીટી ના જવાબદારો ને આ બાબતે યોગ્ય સુચના આપવા રજુઆત કરાઈ હતી મ