કરાટેવીર સ્વ. જયેશભાઇ ખેતરપાળ નાં આત્મકલ્યાણાર્થે ભક્તિસંગીત નો કાર્યક્રમ યોજાયો

પોરબંદર નાં હોનહાર કરાટેવીર સ્વ. જયેશભાઇ ખેતરપાળ નાં આત્મકલ્યાણાર્થે તા.10/05/2023 નાં રોજ શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા એક્સટ્રીમ ફિટનેસ પરિવાર નાં સહયોગ થી ભગવદ્દ ગુણગાન રૂપે સંગીત મય ભક્તિસંગીત નો દિવ્ય કાર્યક્રમ સ્વ. જયેશભાઇ ખેતરપાળ નાં નિવાસ સ્થાન પાસે યોજાયેલ હતો જેમાં મોટી સંખ્યા માં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.. સ્વ જયેશભાઇ નાં 02 નાના ભૂલકા ઓ માટે સત્સંગ દરમ્યાન દાતાશ્રી ઓ તરફથી સ્વૈચ્છિક સહાય આવેલ હતી જે સત્સંગ નાં વિરામ સમયે ખેતરપાળ પરિવાર ને અર્પણ કરવામાં આવેલ હતી.. આ દિવ્ય સત્સંગ માં ડો. સુરેશભાઈ ગાંધી સાહેબ.. મોઢા સ્કૂલ નાં ટ્રસ્ટી શ્રી રજનીકાંતભાઇ મોઢા અને ઘનશ્યામભાઈ મહેતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..
આ દિવ્ય કાર્યક્રમ ને સફળ બનાવવા એક્સટ્રીમ ફિટનેસ પરિવાર નાં શ કેતનભાઈ કોટીયા અને એમની ટીમે જહેમત ઉઠાવેલ હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!