રામગઢ ગામે આંબાવાડીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

રામગઢ માં ગ્રામ પંચાયત અને ટાટા કંપનીના સંયુક્ત ઉપક્રમે આંબાવાડીમાં સઘન વૃક્ષારોપણ : આંબા, નાળિયેરી જેવા ફળાઉ વૃક્ષો નુ વાવેતર તેમજ વિતરણ કરાયુ.

આજરોજ રાણાવાવ તાલુકાના રામગઢ માં ગ્રામ પંચાયત અને ટાટા કંપનીના સંયુક્ત ઉપક્રમે આંબાવાડીમાં સઘન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રામગઢ ગામે આવેલ ગ્રામ પંચાયતની આંબાવાડી ખાતે 1500 જેટલા આંબા અને 900 નાળિયેરી ના રોપા નું વાવેતર તેમજ વિતરણ કરાયુ.
….આ કાર્યક્રમ માં ગ્રામ પંચાયત દ્વારા ટાટા કંપનીના માઇ ગ્રીનિંગ અવર પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને વૃક્ષો વાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું તેમજ કંપની દ્વારા નાળિયેરી આંબા જેવા ફળાઓ વૃક્ષો તેમના સહયોગથી આપવામાં આવ્યા હતા…
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સરપંચ નાથાભાઈ ઓડેદરા ,ગામ આગેવાન વીરાભાઇ મકવાણા, તલાટી કમ મંત્રી એ એમ અમલાણી ,ટાટા કંપનીના અધિકારીઓ ,શાળાના આચાર્ય વિનુભાઈ, આસિસ્ટન્ટ શિક્ષક પોપટભાઈ ખૂંટી, વજુભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને શાળાના બાળકો છોડાયા હતા. ઉપસ્થિત અધિકારીઓ તથા આગેવાનો દ્વારા વાવેતર કરવામાં આવેલ તમામ વૃક્ષોનું સારી રીતે જતન થાય અને તમામ વૃક્ષોનો ઉછેર થાય એ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ હજુ પણ ભવિષ્યમાં ફેઝ 2 માં કંપની દ્વારા હજુ પણ વધારે વૃક્ષો ગામ લોકોને જરૂરિયાત હશે તો આપવામાં આવશે એમ જણાવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!