પોરબંદરમાં 16 વર્ષ પહેલાં થયેલ હત્યાના ગુનામાં ત્રણ સામે આજીવન કેદની સજા ફરમાવતી પોરબંદર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ

પોરબંદરમાં 16 વર્ષ પહેલાં થયેલ હત્યાના ગુનામાં ગુનો સાબિત માની ત્રણ આરોપીઓ સામે આજીવન કેદની સજા ફરમાવતી પોરબંદર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ

આ કેસના સુધીરસિંહ બી જેઠવા જિલ્લા સરકારી દ્વારા 63 જેટલા દસ્તાવેજી પુરાવા તથા 50 જેટલા સાહેદો તપાસવામાં આવેલ અને ધારદાર દલીલો કરવામાં આવેલ હતી જેને અનુસંધાને નામદાર કોર્ટે
પોરબંદરમાં પુંજા રામા ઓડેદરા, લાખા રામા ઓડેદરા તથા ગાંગા માલદે ઓડોદરાને ઇન્ડિયન પીનલ કોડ કલમ 323 324 325 307 302 504 506 2 તથા 114 તથા આર્મ્સ એક્ટ ની કલમ 25 (1 )એ તથા બી.પી. એક્ટ 135 મુજબના ગુનામાં કશુરવાર ઠરાવી સજા સ્વરૂપે આજીવન સખત કેદ સજા તથા જુદી જુદી કલમો હેઠળ ₹10,500 નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે તથા આરોપી રામદે ઉર્ફે કાલો રાજસી ઓડેદરા ને ઇન્ડિયન પીનલ કોડ કલમ 504 મુજબ ગુનામાં કસુરવાર ઠહેરાવી એક વર્ષની સજા તથા 500 નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.

જાણો સમગ્ર બાબત

ગત તારીખ 14 1 2007 ના રોજ મકરસંક્રાતિના તહેવારના દિવસે રાત્રે મેમણ વાળા વિસ્તારમાં આવેલ એભા અરજણભાઈ ના ઘરે બહાર આવેલ ઓટલે મુતક નવઘણ અરશી જાડેજા સહિત અન્ય લોકો સાથે બેઠા હતા તે સમયે આરોપી રામદે ઉર્ફે કાલો રાજશી ત્યાં કોણ કોણ બેસેલ છે તે ચકાસવા આવ્યો હતો .ત્યારે એભા અરજણને તથા તેની સાથે નાઓએ ગાળો આપી હતી. ગાળો આપવાની એભા અરજણે ના પાડતા ત્યાંથી ચાલ્યો ગયી હતો.બાદ માં રામદે રાજશી અને અન્ય શખ્સો એ મળી હથિયારો સાથે દેવસી રામા ઓડેદરા છરી લઈ તથા પુજા રામાં ઓડેદરા છરી લઈ અને લાખા રામા ઓડેદરા તલવાર લઈ તથા ગાંગા માલદે એ પિસ્તોલ અને વિરમ કેશુ ઓડેદરા એ છરી લઈ આવી ને હથિયારો વડે હુમલો કર્યો હતો.જેમાં મૃતક નવઘણ અરશી પર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરી મૃત્યુ નિપજાવ્યું હતુ.

તમામ આરોપીઓ ઉપર કીર્તિમંદિર પો.સ્ટેશન માં કલમ 143 147 148 149 323 324 325 307 302 114 504 506 2 તથા હથિયાર ની કલમ ૨૫ ૧ એબી તથા બીપી એક્ટ ની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ કામે પ્રોસિક્યુશન તરફે સ્પેશિયલ પીપી તરીકે એડવોકેટ એસ આર દેવાણીની નિમણૂક કરવામાં આવેલ હતી પરંતુ કેસ ચાલતા દરમિયાન તેઓ અવસાન પામતા શ્રી સરકાર તરફે આ કેસ સુધીરસિંહ બી જેઠવા જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર પોરબંદરનાઓ દ્વારા ચલાવવામાં આવેલ નથી આ કામેસિફિકેશન તરફથી પ્રેસન્ટ જેટલા દસ્તાવેજી પુરાવો તથા 50 જેટલા શાહેદો તપાસવામાં આવેલ તથા પીપી દ્વારા નામદાર હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટની ઓથોરિટી સાથે દલીલો કરવામાં આવેલ હતી જેને અનુસંધાને નામદાર કોર્ટ દ્વારા ઉપરોક્ત કામે રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપીઓ પુંજા રામા ઓડેદરા તથા લાખા રામા ઓડેદરા અને ગાંગા માલદે ઓડેદરા ને ઇન્ડિયન પીનલ કોડ કલમ 323 324 325 307 504 506 (2) તથા 114 તથા આર્મ્સ એક્ટ કલમ 25 (1)તથા બી પી એક્ટ 135 મુજબના ગુન્હા માં કસૂરવાર ઠરાવી મુખ્ય સજા સ્વરૂપે સખત આજીવન કેદ ની સજા તથા જુદી જુદી કલમ હેઠળ કુલ 10500 નો દંડ ફટકારતો હુકમ કરવા માં આવ્યો છે તથા આરોપી રામદે ઉર્ફે કાલો રાજશી ઓડેદરા ને ઇનડિયન પિનલ કોડ ની કલમ 504 મુજબ ના ગુન્હા માં કસૂરવાર ઠરાવી એક વર્ષની સજા તથા રૂ.500 નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.

ગાંગા માલદે હાલ પોરબંદર છાયા સયુંકત નગરપાલિકા ના સદસ્ય છે

પુંજા રામાં જી.આઈ.ડી.સી ના વર્તમાન પ્રમુખ છે તો લાખા રામાં પરિવારના મુખ્ય મોભી છે

મૃતક નવઘણ અરશી જાડેજા ધારાસભ્ય કાંધલ જાડેજાનો ભત્રીજો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!