રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા પોરબંદરમાં ક્ષયના દર્દીઓને પોષણયુક્ત આહાર અક્ષય કીટનું થયું વિતરણ
પોરબંદરમાં ટીબીના દર્દીઓને પૌષ્ટિક કીટનું વિતરણ જીલ્લા ક્ષય કેન્દ્રનાં તબીબો ના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૮, જુન, ૨૦૨૪ નાં રોજ કરવામાં આવ્યું હતું. રોટરી કલબ ઓફ પોરબંદર અને ઇનરવ્હીલ કલબ દ્વારા રૂા. ૧૦૦૦ ની એક એવી 45 પૌષ્ટિક આહારની કીટનું જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું
આ માટે રૂ.૨૫૦૦૦/- નું આર્થીક અનુદાન આપણી કલબના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રો. જયેશભાઈ પત્તાણી ના જન્મદિવસ ની ખુશાલીમાં મળેલ છે તેમજ રૂ.૬૦૦૦/- નું આર્થીક અનુદાન આપણી કલબના પૂર્વ પ્રમુખ અને પૂર્વ રોટેરિયન શશીભાઇ નાંઢા તરફથી મળેલ છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ 920 કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, આ દર્દીઓ એવા છે જેમને ડોકટરો દ્વારા સુચવવામાં આવેલ પોષણયુકત આહારનો ખર્ચ તેઓ ઉઠાવી શકતા નથી.
આ પ્રોજેક્ટ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે બંને કલબના સભ્યોની હાજરીમાં યોજવામાં આવ્યું હતું. રોટરી કલબના આ પ્રોજેક્ટમાં કરિયાણા એસોસિયેશનના પ્રમુખ જયેશભાઈ પોપટ ના માર્ગદર્શન હેઠળ આપણા રોટેરિયન દેવ દત્તાની ( ખટાઉ ) દ્વારા આ કિટનું પેકિંગ વાજબી ભાવે કરી આપી આ કીટ વિતરણમાં પોતાનું યોગદાન આપે છે.
સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી વસ્તુઓનો ઉપયોગ અને ફાયદા અંગે ડૉ. નિષા માખેચા તથા ડીસ્ટ્રીકટ ટીબી ઓફિસર ડો. સીમા પોપટિયા એ વિશેષ માહિતી આપી હતી અને વ્યસન મુકત રહી અને દવા વગેરે સમયસર લઈ રોગ મુક્ત થવા અંગે માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે રોટરી ક્લબના પ્રોજેકટ ચેરમેન વિજય મજીઠીયા દ્વારા દર્દીઓ સાથે ચર્ચા કરીને દર્દીઓને આ મહેનત સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી.અને રોટરી ક્લબના પ્રમુખ અશ્વિન ચોલેરા, અનીલ્રરાજ સિંઘવી, પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રો. જયેશ પત્તાણી,બિંદુબેન શાહ, Inner wheel ક્લબના પ્રમુખ સીમાબેન સિંઘવી, પ્રોજેક્ટ ચેરમેન ઇલાબેન ઠક્કર, મીનાબેન મજીઠિયા. દીપાબેન દત્તાણી હાજર રહ્યા હતા.