ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યકત કરતા ફિજિયોથેરાપીસ્ટ
પોરબંદર ખાતે ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, પોરબંદર
સામાજીક અને શૈક્ષણિક સેવાકીય પ્રવૃતિ કરે છે તેનો આભાર વ્યક્ત કરતા ડો.ફાતેમા ઠેબા એ જણાવ્યું હતું કે મારો જાત અનુભવ.
ધોરણ ૧ર ની બી ગ્રુપ સાથે સફળતા પૂર્વક પરિક્ષા પાસ કર્યા બાદ મારી ઉચ્ચ અભ્યાસ કરવાની તમન્ના હતી પરંતુ મારા પિતાની આર્થિક પરિસ્થિતી નબળી હોવાના કારણે ઉચ્ચ અભ્યાસ કરી શકુ તેમ ન હોવાથી મારા અમુક સંબંધીઓને મારા ઉચ્ચ અભ્યાસ માટે વાત કરેલ તે દરમ્યાન મારા ઉચ્ચ અભ્યાસ માટેની જાણ
ઉમ્મતી એન્ડ ઉન્નતી ટ્રસ્ટના હોદ્દેદારોને થતા તેઓએ
મારો સંપર્ક કરી અને મારી સાથે વાતચિત કરેલ.
મને તથા મારા પરિવારને મારા ઉચ્ચ અભ્યાસ માટે માનસિક રીતે તૈયાર કરી મારા ઉચ્ચ અભ્યાસની જવાબદારીઓ લેવા અને મારા ઉચ્ચ અભ્યાસના ખર્ચને પોતાના ટ્રસ્ટના શીરે લેવા ખાત્રી આપેલ અને ત્યાર બાદ મારા ઉચ્ચ અભ્યાસ માટે ટ્રસ્ટ દ્વારા મને બરોડા પાયોનીયર મેડીકલ કોલેજમાં ફિઝિયોથેરાપીસ્ટના અભ્યાસ માટે એડમીશન અપાવી અને મારા આ ફિઝિયોથેરાપીસ્ટના અભ્યાસની તમામ પ્રકારની આર્થિક સહાય (ફી) ની વ્યવસ્થા કરી આપેલ અને આજે હું યુ એન્ડ યુ ટ્રસ્ટના સહયોગથી અને મારા મા-બાપની દુઆથી ફિઝિયોથેરાપીસ્ટ ડોકટર બની ગઈ છું.
ઉમ્મતીએન્ડ ઉન્નતિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભવિષ્યમાં પણ મારી જેમ ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છા ધરાવતા કોમના વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તેઓની મદદ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે અને યુ એન્ડ યુ ટ્રસ્ટ સમાજ ની ખિદમત કરે અને આ ટ્રસ્ટ સેવાકિય પ્રવૃતિમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી દુઆ…
હાલ હું પોરબંદરની ઠકરાર હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીસ્ટ તરીકે સેવા આપુ છું.