સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલયમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના માધ્યમથી નાણાંકીય સાક્ષરતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલયમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગમાં સંસ્કાર સાથે શિક્ષણનું સિંચન કરવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓની જીજ્ઞાષાવૃત્તિને ધ્યાને લઈને અવારનવાર સહ અભ્યાસિક પ્રવૃત્તિ અને કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના સહયોગથી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓને બેંક વિશે માહિતી આપી હતી. જેમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા એફ. આઇ. એફ. પ્રોગ્રામ અંતર્ગત નાબાર્ડના સહયોગથી નાણાંકીય સાક્ષરતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છાયાના બ્રાંચ મેનેજર આનંદભાઈ મુકેશભાઈ વ્યાસ તેમજ ઓફિસર નીકિતાબહેન ચરેલ દ્વારા વિદ્યાર્થીઓને બેંકિંગ સિસ્ટમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં આનંદભાઈ વ્યાસ દ્વારા બેંકનો અર્થ, ખાતાના પ્રકાર, બચતના પ્રકાર, ખાતું ખોલાવવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી તે ઉપરાંત બેંકમાં ડેબિટ ખાતું, રીકરીંગ ખાતુ કઇ રીતે કાર્ય કરે છે, સેન્ટ્રલ બેંકનું કાર્ય, વ્યાજ દર કેવી રીતે આપવામાં આવે છે. લોન ના પ્રકાર અને કેવી રીતે લોન મળવા પાત્ર છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. તે ઉપરાંત વિદ્યાર્થીઓને સરકાર દ્વારા બેંકમાં ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા યોજના, મુદ્રા યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી જીવનજયોતિ વીમા યોજના, પેન્શન યોજના વગેરે જેવી યોજનાઓ ક્યા વર્ષથી લાગું પડે છે અને તેમાં મુળ રકમ શું આપવામાં આવે છે તેની માહિતી આપી હતી. તે ઉપરાંત લોકર ફેસીલીટી બેંકમાં ખાતું ખોલાવ્યા બાદ 18 વર્ષ પછી અને કેવી રીતે મળવાપાત્ર છે તેની માહિતી આપી હતી. આ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાનાં આચાર્ય વિપુલભાઈ બારૈયાની સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!